Jamnagar: ચોમાસા પહેલા જામનગરવાસીઓની મુશ્કેલીનો આવશે અંત, રેલ્વે ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ

જામનગરમાં (Jamnagar)દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફના રેલ્વે ફાટક પાસેના ઓવરબ્રિજનુંકામ પૂર્ણતાના આરે છે ત્યારે ટૂંક જ સમયમાં આ બ્રિજ લોકોપયોગ માટે ખૂલ્લો મૂકવામાં આવે તેવી લોકોની માંગણી છે.  

Jamnagar: ચોમાસા પહેલા જામનગરવાસીઓની મુશ્કેલીનો આવશે અંત, રેલ્વે ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ
Jamnagar: Railway over bridge will be inaugurated soon
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 06, 2022 | 11:46 AM

જામનગર શહેરમાં(Jamnagar) વધતી જતી વસ્તીની ટ્રાફીક સમસ્યાને દુર કરવાના હેતુથી દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફના રેલ્વે ફાટક પાસે ઓવરબ્રીજનુ (Over bridge) કામ હવે પૂર્ણતાના આરે પહોંચી ચૂક્યું છે. ત્યારે તંત્ર દ્વારા એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે જૂન માસના અંત પહેલા જ આ બ્રિજ જાહેર જનતા માટે ખૂલ્લો મૂકી શકાય. હાલમાં ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને પુલ ઉપર રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે.  જામનગરમાં  રેલ્વે વિભાગ તેમજ મહાનગર પાલિકાના સહયારા પ્રયાસથી બનાવાવમાં આવેલો ઓવરબ્રિજ સત્વરે લોકો માટે ખૂલ્લો મૂકાય તે માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને જૂન માસના અંત પહેલા ઓવરબ્રિજ પરથી વાહનોની અવર-જવર શકય બનશે અને ચોમાસું શરૂ થતા પહેલા જ લોકોની મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર 2019થી શરૂ થયું હતું કામકાજ

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જવાના માર્ગમાં આવતા ફાટક ઉપર ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા મહાનગર પાલિકા દ્રારા કરોડોના ખર્ચે ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી અને મંજૂરી મળ્યા બાદ સપ્ટેમ્બર 2019થી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલ્વે ઓવરબ્રિજ માટે મહાનગર પાલિકા દ્વારા 24 કરોડ રૂપિયા અને રેલ્વે વિભાગ દ્રારા 6 કરોડ રૂપિયા ફાળવીને અંદાજિત 30 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ઓવર બ્રિજની કુલ લંબાઈ 601 રનીંગ મીટર રાખવામાં આવી છે. ઓવરબ્રીજની પહોળાઈ 7.50 મીટર ટુ-લેન અને લંબાઈ 8.30 મીટર સુધીની છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટ્રાફિકની સમસ્યાનું આવશે નિરાકરણ

જામનગર શહેરથી દિગજામ સર્કલથી એરફોર્સ તરફ જતો આ બ્રિજ અનેક રહેણાક વિસ્તારો તેમજ દિગ્જામ મીલ, એરફોર્સ, ઢીચડા, બેરાજા સહીતના ગ્રામ્ય વિસ્તારને જોડાતો મુખ્ય માર્ગ છે. તેથી દૈનિક હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનોની અવર-જવર આ માર્ગ પર રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રીજનુ કામ ચાલતુ હોવાથી અનેક સ્થાનિક નાગરીકો અને વાહન-ચાલકોને આશરે 3 કિમી ફરીને જવું પડતું હતું જેના કારણે પેટ્રોલ -ડીઝલ અને સમયનો બગાડ થતો હતો. નવો ઓવરબ્રિજ કાર્યરત થાય તો સમર્પણ સર્કલ પાસેથી ટ્રાફીક સમસ્યા હળવી થઈ શકે. વહેલી તકે ઓવરબ્રીજને કાર્યરત કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. બ્રિજ શરૂ થશે તો શહેરના દ્રારકાધીશ રેસીડેન્સી, રવિપાર્ક, નિલકંઠ ધામ, બાલાજી પાર્ક, તીરૂપતિ પાર્ક, સહીતના વિસ્તારની અંદાજે 1 લાખ જેટલી વસ્તીને આ બ્રિજનો નિયમિત ધોરણે ઉપયોગ કરી શકશે.

g clip-path="url(#clip0_868_265)">