અદ્દભૂત ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા જામનગરવાસીઓ, પડછાયો ગાયબ થતા લોકોમાં કૂતુહલ
Jamnagar : ખગોળશાસ્ત્રી આ ઘટનાને ઝીરો શેડોના નામથી ઓળખે છે અને તેથી જ આજના દિવસને 'ઝીરો શેડો ડે' (Zero Shadow Day) તરીકે પણ ઓળખવામાં આવે છે.
Jamnagar : વર્ષ દરમિયાન બે વખત બનતી એક અદ્દભૂત ખગોળીય ઘટનાના (Astronomical event) સાક્ષી જામનગરવાસીઓ બન્યા છે. ઘડિયાળમાં બપોરના 12 કલાક અને 48 મિનટનો સમય હતો અને લોકોએ અનુભવ્યું કે તેમનો પડછાયો ગાયબ થઈ ગયો છે. આ તરફ ખગોળશાસ્ત્રીઓએ પણ ખુલ્લા આકાશ નીચે આવીને આ ઘટનાનો અનુભવ કર્યો હતો. જામનગરના ખગોળશાસ્ત્રના કિરીટ શાહે (Kirit Shah) જણાવ્યું હતું કે, આ અનોખી ખગોળીય ઘટનામાં સૂર્ય (Sun) માથાની ઉપર સમાન રીતે આવશે.
અદ્દભૂત ખગોળીય ઘટના
જેના કારણે કોઈપણ વ્યક્તિ કે વસ્તુનો પડછાયો અધૂરો રહેશે. એટલે કે એ વખતે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનો પડછાયો નહીં બને. ખગોળશાસ્ત્રી આ ઘટનાને ઝીરો શેડોના નામથી ઓળખે છે અને તેથી જ આજના દિવસને ઝીરો શેડો ડે (Zero Shadow Day) તરીકે પણ ઓળખવામાં આવે છે. ખગોળવિદ્દોનું એવું પણ કહેવું છે કે સૂર્યની દક્ષિણાયન ગતી દરમ્યાન 8 જુલાઈના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શૅડો ડે માણી શકાશે.
જાણો ‘ઝીરો શેડો ડે’નું રહસ્ય
સૂર્યનો આકાશી જોડાવ આપણા અક્ષાંસ સાથે મેચ થાય છે.પૃથ્વી(Earth) 37 અક્ષાંસ નમેલી હોય છે અને સૂર્યનું ઉતરાણ દક્ષિણ તરફ થાય છે. તેથી સૂર્ય સંપૂર્ણપણે માથાના ઉપર આવે છે.આ દરમિયાન સૂર્ય માથા પર આવતા પડછાયો શરીરની નીચે જતો રહે છે. તમને જણાવી દઈએ કે, વર્ષમાં બે વખત પડછાયો (Shadow) ગાયબ થવાની ઘટના બને છે.