AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : કોવીડ હોસ્પીટલમાં એક પણ કોરોના દર્દી નહીં, કોવિડ હોસ્પિટલને મરાયું તાળું

છેલ્લા એકાદ સપ્તાહથી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ઘટી છે. નવા દર્દીઓ ના હોવાથી જીલ્લો કોરોના મુક્ત બન્યો છે.

Jamnagar : કોવીડ હોસ્પીટલમાં એક પણ કોરોના દર્દી નહીં, કોવિડ હોસ્પિટલને મરાયું તાળું
Jamnagar: Not a single corona patient in covid Hospital, covid Hospital locked
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 07, 2021 | 12:32 PM
Share

Jamnagar : સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી ગુરૂ ગોબિંદસિંહ હોસ્પીટલમાં કોરોના એક પણ દર્દીના હોવાથી વોર્ડમાં તાળા મારવામાં આવ્યા. જામનગર સરકારી હોસ્પીટલમાં કોવિડ હોસ્પીટલ કરવામાં આવી હતી. જયાં બે દિવસથી એક પણ દર્દી કોરોના ના આવતા વોર્ડમાં તાળા માર્યા છે.

છેલ્લા એકાદ સપ્તાહથી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ઘટી છે. નવા દર્દીઓ ના હોવાથી જીલ્લો કોરોના મુક્ત બન્યો છે. જોકે બે દર્દીઓ હાલ હોમઆઈસોલેશન પર છે. જેમની હાલત સામાન્ય હોવાનુ જાણવા મળ્યું છે. હાલ જી.જી.હોસ્પીટલમાં એક પણ કોરોના દર્દી સારવાર હેઠળ નથી.

બીજી લહેરમાં હોસ્પીટલની પ્રશંસનીય કામગીરી હાલ તો કોરોનાના નવા કેસ ના આવતા જીલ્લો કોરોના મુકત થયો છે. એટલે કોરોના સામેની લડાઈમાં જામનગરની જીત થઈ છે. પરંતુ થોડા સમય પહેલા કોરોનાની બીજી લહેરમાં હોસ્પીટલમાં ક્ષમતા કરતા વધુ દર્દીઓ આવતા. જેનાથી કલાકો સુધી હોસ્પીટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની કતારો લાગતી. 1200 બેડની હોસ્પીટલમાં 2200 બેડ સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

કોવિડ હોસ્પિટલને મરાયું તાળું

10 હજારથી વધુ દર્દીઓને સાજાને કરીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. જે માટે રાજય સરકારના સહકાર મળતા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્રારા માર્ગદર્શન મળતા ટીમ વર્ક સાથે કામ કરવામાં આવ્યુ. હોસ્પીટલના તબીબો, અધિકારી, કર્મચારીઓ, નર્સીંગ સ્ટાફ, સિક્યોરીટી કર્મચારી, સફાઈ કર્મચારી, જુનિયર તબીબો, લેબ ટેકનીશયન ટીમ, ફાર્માસીસ્ટ ટીમ સહીતની તમામ ટીમ દ્વારા રાતદિવસ દર્દીઓની સેવા કરવામાં આવી. દર્દીઓના પરીવારજન બનીને તેમની સેવા કરી.

જામનગરની જીજી હોસ્પીટલમાં ના માત્ર જામનગર જીલ્લો પરંતુ બીજી લહેર વખતે અન્ય મહાનગર અને શહેરમાં હોસ્પીટલ ફુલ થતા જામનગરમાં રાજકોટ, મોરબી, દેવભુમિદ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી, જુનાગઢ સહીતના જીલ્લામાં દર્દીઓ અહીં સારવાર લીધી હતી.

હાલ તો કોરોના કેસ નથી. પરંતુ ફરી તેવી સ્થિતી ના સર્જાય તે માટે તકેદારી એટલી જ જરૂરી હોસ્પીટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે હજુ પણ કોરોની માર્ગદર્શિકાનુ પાલન કરવામાં આવે.

કોરોના સામેની જંગમાં વિજય

કોરોના સામેની જંગમાં સફળતા માટે વેકશીનેશનની કામગીરી કારણ ગણી શકાય. જામનગર શહેરમાં કોરોનાની વેક્સિનેશનની કામગીરી ટકા પુર્ણ થયેલ છે. જેમાં 3,82,885 લોકોએ પ્રથમ ડોઝ અને 1,57,720 લોકોએ બીજો ડોઝ લીધો. જે અંદાજે 75 ટકા કરતા વધુ લોકોએ વેકશીન લીધેલ છે. વેકસીનેશન માટેની લોકોની જાગૃતિ અને આરોગ્ય વિભાગની કામગીરીના કારણે જામનગર વેકશીનેશનની કામગીરીમાં અગ્રેસર રહ્યુ છે. જેના કારણે પણ કોરોના નવા કેસમાં અંકુશ લાવવામાં સફળતા મળી છે.

g clip-path="url(#clip0_868_265)">