જામનગરઃ જી.જી.હોસ્પીટલમાં 10 માસથી MRI મશીન બંધ હાલતમાં
એમઆરઆઈ મશીન બંધ હોવાથી અહીંના દર્દીઓને તેની સવલત મળે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે સરકાર દ્રારા ખાનગી લેબ સાથે કરાર કરવામાં આવ્યા છે. અને દર્દીઓને સરકારી હોસ્પીટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખાનગી લેબમાં લઈને એમઆરઆઈ રીપોર્ટ કરાતુ હોવાનુ હોસ્પીટલના તબીબોએ જણાવ્યુ.
જામનગરની (Jamnagar)સરકારી(government) હોસ્પીટલમાં(hospital) છેલ્લા 10 માસથી એમઆરઆઈ(MRI) મશીન(machine) બંધ હાલત છે.મશીન બંધ હોવાના કારણે દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં જવા મજબુર બનતા હોય છે. આ મુદે અનેક રજુઆતો કરવામાં આવી પરંતુ ટુંક સમયમાં કાર્યરત થવાના આશ્વાસન મળતા રહે છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પીટલ ગુરૂગોવિંદસિંહ હોસ્પીટલમાં છેલ્લા 10 માસથી એમઆરઆઈ મશીન બંધ હાલત છે. જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી દ્રારકા સહીતના જીલ્લામાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. હોસ્પીટલમાં ગત માર્ચથી એમઆરઆઈ મશીન બંધ થતા અંહી આવતા દર્દીઓને મુશકેલી થાય છે. તેમજ ખાનગી હોસ્પીટલમાં જવા માટે દર્દીઓ મજબુર બને છે. શહેરમાં અગાઉ 3 જેટલા એમઆરઆઈ મશીન ટ્ર્સ્ટ કે ખાનગી હોસ્પીટલમાં કાર્યરત હતા. હાલ શહેરમાં એક માત્ર ખાનગી લેબમાં એમઆઈઆઈ મશીન હોવાથી દર્દીઓને બેથી ત્રણ દિવસે વારો આવે. અથવા અન્ય શહેરમાં જવું પડે છે. અને માટે અનેક વખત સરકારને રજુઆત પણ કરવામાં આવી છે.
એમઆરઆઈ મશીન બંધ હોવાથી અહીંના દર્દીઓને તેની સવલત મળે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે સરકાર દ્રારા ખાનગી લેબ સાથે કરાર કરવામાં આવ્યા છે. અને દર્દીઓને સરકારી હોસ્પીટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખાનગી લેબમાં લઈને એમઆરઆઈ રીપોર્ટ કરાતુ હોવાનુ હોસ્પીટલના તબીબોએ જણાવ્યુ. સાથે રાજય સરકાર દ્વારા કુલ અંદાજીત 18 કરોડના ખર્ચે નવા મશીનની ખરીદી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. જે ટુંક સમયમાં જામનગરમાં કાર્યરત થાય તે માટેની પ્રક્રિયા ચાલે છે. તેવુ જીજી હોસ્પીટલના તબીબ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યુ છે.
હોસ્પીટલ તંત્ર દ્રારા કામચલાઉ વૈકલ્પીક વ્યવસ્થા તો કરવામાં આવી છે. જે માટેનો ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પરંતુ સરકારી હોસ્પીટલમાં આવતા દર્દીઓને અન્ય સ્થળે ખાનગી લેબમાં એમઆરઆઈ માટે જવુ પડે છે. ત્યાં પણ લાંબો સમયે કે દિવસો સુધી રાહ જોવી પડે છે. કાયમી ઉકેલ માટે ઝડપી કામગીરી થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
એક તરફ સરકાર દર્દીઓની સવલતો માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ આ લાંબા પ્રક્રિયાના કારણે દર્દીઓને મુશકેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હોસ્પીટલમાં જ મશીન પુર્નકાર્યત કરી કાયમી ઉકેલ આવે તો દર્દીને પુરતી સવલતો મળી શકે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ, હવેથી જી.જી. હોસ્પિટલમાં થશે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન