Jamnagar : સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી, કાર્યોની સમીક્ષા કરી
સાંસદે શહેરમા કાર્યાન્વિત તથા નિર્માણાધિન શેલ્ટર હોમની માહિતી મેળવી હતી અને કોર્પોરેશન હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આત્મનિર્ભર નિધિ ભંડોળ, અમૃત યોજના, જનની સુરક્ષા યોજના વગેરેની સમીક્ષા કરી હતી.
જામનગર(Jamnagar) કલેકટર કચેરી ખાતે સાંસદ પૂનમ માડમની(Poonam Madam) અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) (Disha) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.જેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, નેશનલ હેલ્થ મિશન, પી.એમ.જે.એ.વાય, આઇ.સી.ડી.એસ હેઠળની વિવિધ યોજનાઓ, શૈક્ષણિક યોજનાઓ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સ્વચ્છ ભારત મિશન, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન, મધ્યાહન ભોજન યોજનાના કામોની સમીક્ષા કરી
જયારે કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કામોની પણ સમીક્ષા કરી
યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં પ્રયાસ કરવા અપીલ
આ ઉપરાંત રેલ્વે, પોસ્ટ વિભાગ, પી,જી.વી.સી.એલ, પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સાંસદએ સુચન કર્યુ હતુ તેમજ છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ તેમ જણાવ્યુ હતુ.
જનની સુરક્ષા યોજના વગેરેની સમીક્ષા કરી
સાંસદે શહેરમા કાર્યાન્વિત તથા નિર્માણાધિન શેલ્ટર હોમની માહિતી મેળવી હતી અને કોર્પોરેશન હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આત્મનિર્ભર નિધિ ભંડોળ, અમૃત યોજના, જનની સુરક્ષા યોજના વગેરેની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, કલેકટર સૌરભ પારધી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી, નિવાસી અધિક કલેકટર એમ.પી.પંડ્યા, ડી.આર.ડી.એ. નિયામક રાયજાદા, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ. રાજકોટ અને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Botad : યુક્રેનમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારજનોને સંભળાવી આપવીતી
આ પણ વાંચો : અમદાવાદની શાળાઓમાં દ્વિભાષી માધ્યમની શરૂઆત થઈ, જૂન 2022 થી ‘ગ્લોબલ ગુજરાતી માધ્યમ’ માં બાળકોને ભણાવવામાં આવશે