Jamnagar: જીજી હોસ્પિટલમાં એટેન્ડેન્ટ દ્વારા શારીરિક શોષણના ગંભીર આક્ષેપ બાદ તપાસનો ધમધમાટ શરૂ

Jamnagar : જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાનો પડઘો ગાંધીનગરમાં પડયો હતો.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 16, 2021 | 6:23 PM

Jamnagar: જામનગરની સરકારી જીજી (G.G hospital) હોસ્પિટલમાં એટેન્ડેન્ટને છુટા કરાયા બાદ એટેન્ડેન્ટ દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાનો પડઘો ગાંધીનગરમાં પડયો હતો.

મહિલા એટેન્ડેન્ટની ફરિયાદ મુખ્યપ્રધાનની સામે આવતા તપાસના હાથ ધરવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja)કહ્યું કે, આ પ્રકારની ઘટના સરકાર ચલાવી નહીં લે. આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીન સમગ્ર કેસમાં તપાસ કરશે અને તપાસના આધારે કાર્યવાહી કરાશે.

આ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિ સૌપ્રથમ હકીકત અંગે જાણકારી મેળવી રહી છે. નિયુક્ત કરાયેલી તપાસ કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો લીધા છે તો બીજી તરફ પોલીસની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તપાસ કમિટીએ જણાવ્યું છે કે જરૂર પડયે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે. ટૂંક સમયમાં રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ તરફ મહિલા આયોગે જામનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને સત્વરે તપાસ રિપોર્ટ આપવા સૂચના આપી છે. એટેન્ડેન્ટ યુવતીઓને મેડિકલ કોલેજના હોસ્પિટલ તંત્ર તરફથી તેડું પણ આવ્યું છે. આ મામલે આગામી સમયમાં મહિલા આયોગની ટીમ ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે. મહિલા આયોગની ટીમ દ્વારા જીલ્લા પોલીસ વડાને પત્ર લખીને સત્વરે તપાસ રીપોર્ટ આપવા સુચના આપી છે.

જામનગરની ઘટના મુદ્દે મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે ભોગ બનનારે રજૂઆત પહેલાં કરી હોત તો સારું હોત. આ હકીકત સાચી હશે તો દોષિત સામે પગલાં ભરશે. જાતીય સતામણીનો બનાવ છે, તેથી આવા કિસ્સા માટે આંતરિક કમિટી રાજ્ય માટે બનાવાઈ છે.

આ પણ વાંચો: Vadodara: કરજણના લીલોડ ગામનો યુવક ગુમ થતા ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્ર પર વ્યાજખોરીનો આરોપ

Follow Us:
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">