જામનગર : રિક્ષા અને મનપાની કચરાની ગાડી ટકરાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

રિક્ષા અને મનપાની કચરાની ગાડી સામસામે ટકરાતા રિક્ષામાં સવાર બે બાળક સહિત ચારને નાની-મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર : રિક્ષા અને મનપાની કચરાની ગાડી ટકરાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 8:27 AM

રાજ્યભરમાં અવારનવાર અકસ્માતની ઘટના જોવા મળી રહી છે. આવી જ અકસ્માતની ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં નાગનાથ ગેઈટ નજીક રીક્ષા અને મનપાની કચરાની ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે.રિક્ષા અને મનપાની કચરાની ગાડી સામસામે ટકરાતા રિક્ષામાં સવાર બે બાળક સહિત ચારને નાની-મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જામનગરમાં 200થી વધુ સ્થળોએ હોલિકા દહનનો કાર્યક્રમ, ભોઈ સમાજ દ્વારા 67માં હોલિકા મહોત્સવની ઉજવણી

રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો.  જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી.

સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઈને વિસાવદર તરફ જતા બસ ચાલકે કાબુ ગુમાવતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.

તો બીજી તરફ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડાને નડેલા અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઇજાગ્ર્સ્ત થયા હતા. આ અકસ્માત અંગે પોલીસે ઇજાગ્રસ્તો પાસેથી વધારે માહિતી મેળવી હતી અને સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">