Jamnagar : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનની મહિલાએ દત્તક લીધું

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મ દરમ્યાન જિલ્લા કલેકટર સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Jamnagar : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનની મહિલાએ દત્તક લીધું
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 18, 2023 | 12:10 PM

સ્ત્રીઓને અન્યાય અને અપમાનજનક શોષણમાંથી બહાર લાવવા માટે હાથ લંબાવવા અને સમાજમાં સ્ત્રીને પોતાના પગ પર ઊભા રહેવા મદદ કરવા માટે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ની 1957 માં સ્થાપના કરવામાં આવી હતી. આ ગૃહમાં રહેલું નાનું બાળક કે જેને સ્પેશિયલ ચાઇલ્ડ તરીકે માનવામાં આવે છે. જામનગરના આ બાળકને સ્પેનની મહિલાને દત્તક અપાયું છે.

ગુજરાતનાં બાળકને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવાયુ

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

વહીવટી તંત્રની હાજરીમાં કરાઇ કાર્યવાહી

સ્પેનથી પોતાના પરિવાર સાથે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, મે ક્યારેય વિચાર્યું નહતું કે હું જામનગરના સ્પેશિયલ ચાઈલ્ડની માતા બનીશ. મારુ માં બનવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આજનો દિવસ મારા માટે યાદગાર રહેશે. આ તકે તેણીએ કલેકટર,જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસગૃહ દ્વારા બાળકને તેની દત્તક માતાને સોંપવામાં આવ્યું તે દરમિયાન તેઓએ બાળકની તમામ જરૂરિયાતની વસ્તુઓ પણ સાથે આપી હતી.

આ પણ વાંચો : PGVCL હવે પ્રિ-પેઈડ મીટર લગાવવાની શરુઆત કરાશે, જામનગરમાં ક્યારે શરુ થશે? જાણો પૂરી વિગત

દત્તક લેવા માટે પણ અલગ પ્રક્રિયા

કલેકટર બી.એ.શાહના હસ્તે બાળકને તેના દત્તક માતાને સોંપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. મહત્વનુ છે કે, બાળકને દત્તક લેવા માટે પણ એક પ્રક્રિયા માથી પસાર થવાનું હોય છે. બાળકોની સુરક્ષાની જવાબદારી એક મહાન જવાબદારી છે, કારણ કે બાળકોએ આપણા દેશનું ભવિષ્ય છે અને બાળકો માત્ર જવાબદાર પરિવારોથી સુરક્ષિત રહી શકે છે. બાળક દત્તક લેવા અંગે સમાજમાં ઘણી બધી માન્યતા કે ગેરમાન્યતાઓ છે. બાળક દત્તક લેવા માટેની તમામ બાબતો વિષે જેવી કે બાળક દત્તક કોણ લઈ શકે ? કેવી રીતે લઈ શકે ? ક્યાંથી લઈ શકાય? કેટલા વર્ષનું બાળક દત્તક લઈ શકાય ? જેવા અનેક સવાલો બાળકોને દત્તક લેવા પહેલા જોવા જરૂરી બની જાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">