Gujarati Video : ભાવનગર મહાનગર પાલિકાની બેદરકારીને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા

Gujarati Video : ભાવનગર મહાનગર પાલિકાની બેદરકારીને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા

Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 07, 2023 | 11:58 PM

પર્યાવરણવિદોના કહેવા પ્રમાણે આ બોર તળાવના પાણી માં ડ્રેનેજના પાણી ભળવાથી લોકોની સહેત ને બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. સાથે હાલ ઉનાળાની સિઝનમાં હોવાથી અનેક પક્ષીઓ આ તળાવના પાણી પર વિચરણ કરતા હોય છે ત્યારે એ પાણી પીવાથી પક્ષીઓને પણ નુકસાન થવા ની શક્યતાઓ છે.

ભાવનગર મહાનગર પાલિકા જ શહેરની પ્રજાના સ્વાસ્થ્ય સાથે કરી રહી છે ચેડા.. મહાનગર પાલિકાની બેદરકારીને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની અનમોલ ભેટ એવા ગૌરીશંકર તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે પ્રદુષિત અને ડ્રેનેજનું પાણી.ભાવનગરની ઐતિહાસિક ધરોહર એવા ગૌરીશંકર તળાવના શુદ્ધ પાણીમાં સિદસર ગામનું ગટરનું ખરાબ દૂષિત પાણી ભળી રહ્યું છે.. જેને કારણે બે લાખ લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યાં છે.

આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય ફેલાયો છે.. લોકો અનેક બિમારીનો ભોગ પણ બની રહ્યાં છે.. મહત્વનું છે કે બોર તળાવમાંથી 25 MLD જેટલું પાણી ફિલ્ટર કરીને બે લાખ લોકોને પહોંચાડવામાં આવે છે.. મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી મુદ્દે એકતરફ જ્યાં રાજકારણ ગરમાયું છે, ત્યાં બીજી તરફ પર્યાવરણવિદોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.

પર્યાવરણવિદોના કહેવા પ્રમાણે આ બોર તળાવના પાણી માં ડ્રેનેજના પાણી ભળવાથી લોકોની સહેત ને બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. સાથે હાલ ઉનાળાની સિઝનમાં હોવાથી અનેક પક્ષીઓ આ તળાવના પાણી પર વિચરણ કરતા હોય છે ત્યારે એ પાણી પીવાથી પક્ષીઓને પણ નુકસાન થવા ની શક્યતાઓ છે. અને અંદર દૂષિત પાણીને લઈને પાણીમાં રહેલી માછલીઓના મોત થવાથી પાણી વધારે દુર્ગંધ યુક્ત બનવાની શક્યતાઓ છે.

આ સિવાય દૂષિત પાણી સતત ભળવાથી બોર તળાવના પાણીમાં ખરાબ વનસ્પતિ ઉગવાની શક્યતાઓ છે. જે શુદ્ધ પાણીને અશુદ્ધ કરવા માં મોટું કામ કરે છે. લોકોને બહુ મોટું નુકસાન આ પાણીનું સેવન કરવાથી થવાની શક્યતાઓ રહેલી છે. અને ભારત સરકારના નિયમ પ્રમાણે અને કાયદા પ્રમાણે પીવાના શુદ્ધ પાણીમાં આ પ્રકારનું દૂષિત પાણી ભળે તો જવાબદાર વ્યક્તિઓ પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.

Published on: Apr 07, 2023 11:55 PM
g clip-path="url(#clip0_868_265)">