AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : જેલમાં બંધ ગુજસીટોક કેસના આરોપી કોર્પોરેટર અલ્તાફ ખફી પ્રજાના પ્રશ્નોને લઈ મનપાની સામાન્ય સભામાં પહોંચ્યા, જુઓ Video

ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા કોર્પોરેટર અલ્તાફ ખફી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પોલીસ જાપ્તા હેઠળ હાજર રહ્યા. સભામાં ટીપી સ્કીમ નં. 1 અને 26 સહિત શહેરના વિકાસકાર્યો પર ચર્ચા થઈ.

Jamnagar : જેલમાં બંધ ગુજસીટોક કેસના આરોપી કોર્પોરેટર અલ્તાફ ખફી પ્રજાના પ્રશ્નોને લઈ મનપાની સામાન્ય સભામાં પહોંચ્યા, જુઓ Video
| Updated on: Jul 20, 2026 | 6:07 PM
Share

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન એક મહત્વપૂર્ણ દૃશ્ય જોવા મળ્યું, જ્યારે ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા કોર્પોરેટર અલ્તાફ ખફી પોલીસ જાપ્તા હેઠળ બેઠકમાં હાજર રહ્યા. કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમને સામાન્ય સભામાં હાજરી આપવા માટે લાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ટીપી સ્કીમ નં. 1 અને 26ને સરકારની મંજૂરી સંબંધિત મુદ્દાઓ પર સભ્યો વચ્ચે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

શહેરના વિકાસકાર્યો, આયોજન અને વિવિધ વહીવટી મુદ્દાઓ પણ ચર્ચાનો વિષય બન્યા હતા. આ સભામાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને વિપક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને શહેરમાં વરસાદી સીઝન પહેલાં કરાયેલી કામગીરી અંગે જવાબ માંગ્યા હતા. વિશેષરૂપે, કોર્પોરેટર અલ્તાફ ખફીએ પોતે પણ પ્રિ-મોન્સૂન કામગીરીની ગુણવત્તા અને અસરકારકતા સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે, “પ્રિ-મોન્સૂનની કામગીરી છે, છાપાના માધ્યમથી હું વાંચતો હોઉં છું. એમાં કોઈ જાતનું ક્યાંય પ્લાન બનાવેલું નથી. એકદમ કહી શકીએ કે ક્યાંક કોન્ટ્રાક્ટરને કમાવી દેવા માટે જ આપણે પ્રિ-મોન્સૂનના ટેન્ડર બહાર ના પાડતા હોઈએ.” આ નિવેદનથી કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.

મેયરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓને બાકી રહેલા તમામ વિકાસ પ્રોજેક્ટ્સ તાત્કાલિક પૂર્ણ કરવા અને ચાલુ ચોમાસાની ઋતુ માટે વધુ સારી તૈયારી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ કાર્યવાહી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગટર વ્યવસ્થાપન અને જાહેર સેવાઓના મુદ્દાઓ પર કેન્દ્રિત હતી.

સુરત નાસિરનગર ડિમોલિશન કેસ: હાઇકોર્ટની કડક ટિપ્પણી, SMC કમિશ્નરની ભૂમિકાને લઈને રાજ્ય સરકારને અનેક સવાલ

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">