જામનગર : બ્રાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પહેલ, ITI માં ઉત્પાદન અંગેનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવશે

જામનગર : બ્રાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પહેલ,  ITI માં  ઉત્પાદન અંગેનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવશે
A special course started in ITI

ITI જામનગરને આ માટે રાજય સરકાર દ્રારા તબકકાવાર 5 કરોડની ફાળવણી થશે. જામનગર (Jamnagar) સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને પણ આ કોર્ષ શરૂ કરાશે.

Divyesh Vayeda

| Edited By: Mamta Gadhvi

May 16, 2022 | 12:53 PM

Jamnagar : રાજયના યુવાનોને રોજગારલક્ષી તાલીમ મળે તે હેતુથી ITI માં વિવિધ કોર્ષ અમલી કરવામાં આવે છે. રાજયમાં પાંચ આઈટીઆઈમાં વિશેષ કોર્ષ (Special Course) કાર્યરત કરાશે. જેમાં જામનગરમાં બ્રાસ ઉઘોગને(Brass Industry)  લગતા કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યો. કોશલ્ય સ્કીલ યુનિર્વિટી હેઠળ અલગ- અલગ કોર્ષને રાજયના પાંચ શહેરમાં અમલી કરાશે. તમને જણાવી દઈએ કે, જામનગર બ્રાસ સીટી(Brass city)  તરીકે ઓળખાય છે. ઉપરાંત બ્રાસ ઉઘોગ માટેનું હબ જામનગર છે. ત્યારે યુવાનો આ ઉધોગમાં પોતાનુ કૌશલ્ય કેળવીને વધુ આગળ વધે તે હેતુથી જામનગરમાં આઈટીઆઈમાં બ્રાસ ઉત્પાદન લગતા કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યા છે. બ્રાસ ઉત્પાદન માટે છ માસનો સર્ટીફીકેટ કોર્ષ, 1 વર્ષનો ડીપ્લોમાં અને ત્રણ વર્ષમાં ડીગ્રી કોર્ષ આઈટીઆઈમાં આ વર્ષથી અમલી થશે. જેમાં 40 જેટલી બેઠકો વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે.

ITI જામનગરને આ માટે રાજય સરકાર (Gujarat Government) દ્રારા તબકકાવાર 5 કરોડની ફાળવણી થશે. જામનગર સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને કોર્ષ શરૂ કરાશે.

40 જેટલી બેઠકો વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે

આઈટીઆઈ જામનગરને આ માટે રાજય સરકાર દ્રારા તબકકાવાર 5 કરોડની ફાળવણી થશે. જામનગર સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને કોર્ષ શરૂ કરાશે.

તાલીમબંધ યુવાનો મળતા ઉઘોગના વિકાસને વેગ મળશે

આ માટેની કોર્ષને સ્થાનિક બ્રાસના ઉઘોગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આઈટીઆઈમાં થીયરી તેમજ પ્રેકટીલની સાથે બ્રાસ ઉઘોગના અનુભવોનો પણ લાભ મળે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. કોર્ષ પુર્ણ થતા તાલીમાર્થીને નોકરી મળે શકે અથવા પોતાનુ નવું સાહસ પણ કરી શકે અને તાલીમબંધ યુવાનો ઉઘોગમાં આવતા બ્રાસ ઉઘોગના વિકાસને બમણો વેગ મળશે.

આ કારણે કોર્ષની માંગ વધી

કોરોનાકાળમાં આરોગ્યલક્ષી સેવામાં તાલીમબંધ સ્ટાફની માંગ વધી છે. તેથી જામનગર ITI માં ખાસ જનરલ ડયુટી આસીસ્ટન્ટ જે યુવતિઓ માટે કાર્યરત કરવામાં આવ્યો. જેમાં ત્રણ બેચમાં કુલ 60 બેઠકમાં તાલીમ આપવામાં આવે છે. જેને ખાસ પ્રેકટીસ માટે જામનગરની સરકારી જીજી હોસ્પીટલમાં તાલીમ આપવામાં આવે છે, ત્યારે બ્રાસ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati