Operation Demolition : હવે દારૂની બદી અટકાવવા જેસીબી મશીન કામે લગાડાયા, અમરતપુરા ગામે ધમધમતી દારૂની મીની ફેકટરીઓ તોડી પડાઈ

ઉલ્લેખનીય છે કે અમરતપુરા ગામમાં નદીના કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓનું મોટું નેટવર્ક ચાલતું હતું. પોલીસને માહિતી મળી હતી કે અહીં મોટી માત્રામાં દારૂનું ઉત્પાદન કરી તેને જળ અને જમીન માર્ગે જિલ્લાના અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવતું હતું.

Operation Demolition : હવે દારૂની બદી અટકાવવા જેસીબી મશીન કામે લગાડાયા, અમરતપુરા ગામે ધમધમતી દારૂની મીની ફેકટરીઓ તોડી પડાઈ
પોલીસે ઓપરેશન ડીમોલીશન હાથ ધર્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 8:45 AM

ભરૂચ(Bharuch) જિલ્લા એસપી તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે(Dr. Leena Patil) નશાબંધીના અમલીકરણ માટે કડક આદેશ કર્યા છે. શુક્રવારે રાતે અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામને ધમરોળી નાખી નદી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓના નેટવર્કને ઝડપી પાડ્યા બાદ ભરૂચ પોલીસે(Bharuch Police) નશાબંધી માટે ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું છે. અમરતપુરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ, અન્ડરગાઉન્ડ ટાંકીઓ અને ભઠ્ઠીઓ સુધી જવાના રસ્તા જીસીબીની મદદથી તોડી પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરતપુરા ગામ દેશી દારૂની બદીના મામલે બદનામ છે જ્યાંથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં દેશી દારૂ સપ્લાય થતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

અમરતપુરા ગામમાંથી દેશી દારૂ જિલ્લાના ઘણા વિસ્તારીમાં સપ્લાય થતો હોવાની માહિતીના આધારે ભરૂચ પોલીસે ટિમો બનાવાઈ શુક્રવારે રાતે ગામની સીમમાં દરોડા પડ્યા હતા. ગામમાંથી પસાર થતી નદીના કિનારે મોટી સંખ્યામાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. બુટલેગરો એ હદે બિન્દાસ્ત બન્યા હતા કે દારૂ માટે કાયમી સ્ટ્રક્ચર પણ તૈયાર કરાયા હતા. અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ અને દારૂ કાઢવા માટે પાઇપલાઈન ફિટ કરવામાં આવી હતી. દારૂ બનાવવના આ નેટવર્કને ઝડપી પડાય હતા ફરી બુટલેગરો સક્રિય ન થાય તે માટે ઓપરેશન ડિમોલિશન શરૂ કરાયું છે.

અંકલેશ્વર શહેર પોલીસે અમરતપુરા ગામની સીમમાંજેસીબી મશીન દ્વારા ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વિક્રમ રબારીની રાહબરી હેઠળ અમરતપુરા ગામની સીમમાં આવેલ દારૂની ભઠ્ઠીઓ ,તે માટેના અન્ય સ્ટ્રક્ચરો અને ભઠ્ઠીઓ સુધી પહોંચવા બુટલેગરી દ્વારા બનાવાયેલ રસ્તા તોડી પાડવામાં આવી રહ્યા છે. ભરૂચના એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા ભરૂચ જિલ્લા પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની દેખરેખ હેઠળ ભઠ્ઠીઓ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉલ્લેખનીય છે કે અમરતપુરા ગામમાં નદીના કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓનું મોટું નેટવર્ક ચાલતું હતું. પોલીસને માહિતી મળી હતી કે અહીં મોટી માત્રામાં દારૂનું ઉત્પાદન કરી તેને જળ અને જમીન માર્ગે જિલ્લાના અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવતું હતું. અહીં બુટલેગરી એ હદે બેફામ બન્યા હતા કે તેમણે કાયમી સ્ટ્રક્ચરો બનાવી જાણે દારૂની મીની ફેકટરીઓ શરૂ કરી દીધી હતી. જે સામે ભરૂચ એસપીએ લાલ આંખ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">