જામનગરના જામજોધપુરમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. બે દિવસ પહેલા થયેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી પોલીસે 18.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ લૂંટના ગુનામાં હજુ બે આરોપીઓ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જામજોધપુર યાર્ડમાં બે દિવસ પહેલા ધોળા દિવસે વેપારી લૂંટાયો હતો. માર્કેટીંગ યાર્ડમાં યમુના ટ્રેડીંગ પેઢીના માલિક ભૌતિ રામોલીયા બેન્કમાંથી રોકડ લઈને યાર્ડમાં જતા હતા ત્યારે બે બાઈકસવારોએ આવીને લૂંટ કરી હતી. વેપારી બેંકમાંથી બહાર નીકળ્યા કે લૂંટારૂ શખ્સોએ તેમનો પીછો કર્યો હતો.
યાર્ડ પાસે સ્પીડબ્રેકર પર વાહન ધીમુ થતા પાછળ બે શખ્સો બાઈક પર આવીને તે રોકડ ભરેલી બેગ લઈને નાસી ગયા હતા. જેની પોલીસ ફરીયાદ આપતા પોલીસ દ્રારા તપાસ આરંભી હતી. તેમજ આસપાસના સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા. પોલીસને હાલ બે આરોપીને પકડવામાં સફળતા મળી છે. ત્યારે લૂંટમાં સંડોવાયેલ બે આરોપીને હજુ પોલીસ શોધી રહી છે. તેમની પાસેથી 18.5 લાખની રોકડનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસની લૂંટની ફરીયાદ મળતા વિવિધ ટીમ દ્રારા જામજોધપુર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, સુરત ધોરાજી, જામકંડોરણા શંકાસ્પદ લોકોની તપાસ કરી. લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલ મોટરસાઈકલના નંબર પરથી તેના જાણ થઈ સુરતમાં ચોરી થયુ છે. પોલીસની ટીમે જામકંડોરણા નજીક હાઈવે પરથી બે શંકમદોને પકડી તેની પુછપરછ કરી. દસ્તગીર કુરેશી અને નરશી ખાણધરની પોલીસે અટકાયત કરી. જેની પાસેથી 500ની ચલણી નોટના કુલ રૂપિયા 18,50,000 રોકડ મળી આવ્યા. આરોપીએ ગુનાનો એકરાર કર્યો હતો.
સાથે જણાવ્યુ કે ગુનામાં ધવલ સીનોજીયા અને દિલીપ કાંજીયા સંડોવાયેલ છે. ચારેય આરોપીઓ લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો. જે માટે મોટરસાઈકલની ચોરી કરી તેની નંબર પ્લેટના આંકડા તોડી નાખેલ. ધવલ સીનોજીયા અને દિલીપ કાંજીયાએ નરશી ખાણધર અને દસ્તગીર કુરેશીને જાણ કરી. ચારેય એક બીજાના સંપર્કમાં રહીને લૂંટ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્લુ છે કે દસ્તગીર કુરેશી પર 3 સુરત અને 3 મધ્યપ્રદેશમાં કુલ 6 ગુના નોંધાયેલ છે. નરસી ખાણધર સામે પણ અલગ-અલગ 6 ગુનાઓ નોંધાયેલ છે.