જામનગર : લોકડાયરામાં કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ, અડધા કરોડ રૂપિયા સેવા સંસ્થાઓને સમર્પિત

હકુભા જાડેજાના (Hakubha Jadeja)પરિવાર દ્વારા આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તેમજ તે દરમિયાન દરરોજ સાંજે ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરરવામાં આવ્યુ હતુ.

જામનગર : લોકડાયરામાં કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ, અડધા કરોડ રૂપિયા સેવા સંસ્થાઓને સમર્પિત
File Photo
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 09, 2022 | 7:26 AM

જામનગરમાં (Jamnagar)  ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર દ્વારા હાલાર પંથકમાં ઐતિહાસિક કહી શકાય તેવા ભાગવત જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેવા યજ્ઞમાં લાખો ભાવિકોએ લાભ લીધો. સાથોસાથ આ સપ્તાહ રૂપી જ્ઞાનયજ્ઞ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને એકાવન લાખ જેવડી સખાવત અર્પણ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

 લોકડાયરામાં કલાકારો પર ધન વર્ષા

હકુભા જાડેજા પરિવાર દ્વારા આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તેમજ તે દરમિયાન દરરોજ સાંજે ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ ધાર્મિક કાર્યક્રમ હકુભા જાડેજાના સદગત માતુશ્રીના સ્મરણાર્થે કરવામાં આવ્યુ હતુ. જેમાં પોથીપૂજન, આરતી સહિત લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવયુ હતુ.

આવા લોકસાહિત્ય અને મનોરંજક કાર્યક્રમોમાં કલાકારો ઉપર ધનવર્ષાની સૌરાષ્ટ્રમાં સર્વત્ર પરંપરા થઈ ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. કલાપ્રેમી દર્શકો કે શ્રોતાઓ આવી પળની પ્રતીક્ષા કરતા હોય છે, ઉપરાંત તેના કારણે કલાકારોને પણ પોતાની કલા પીરસવામાં ખૂબ પ્રોત્સાહન મળતું રહે છે. આ લોકડાયરાના કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી,(Kirtidan Gadhvi)  માયાભાઈ આહિર સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

સાતેય દિવસના લોકડાયરાના મનોરંજક કાર્યક્રમોમાં કલાપ્રેમીઓએ કલાકારો પર નોટોનો વરસાદ કર્યો હતો.કથા સંચાલન સંકલન સમિતિના સભ્ય એવા નગરસેવક શ્રી મેરામણભાઇ ભાટુએ જણાવ્યું હતું કે, જ્ઞાનયજ્ઞ દરમિયાન રાત્રી કાર્યક્રમના કલાકારો પરની આ સંકલિત ધનવર્ષા રૂપિયા ૪૬ લાખ જેટલી થઈ છે.જ્યારે ઉછામણી દ્વારા એકત્રિત કુલ રકમ જ્યારે યજમાન હકુભા જાડેજાને જણાવવામાં આવી, ત્યારે તેઓએ તે ભંડોળમાં પોતાના વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરી એકાવન લાખની રાશિ સેવાકાર્ય હિતાર્થે દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે સેવા કાર્યોમાં લાખો રૂપિયા ન્યોછાવર

જે અંતર્ગત પોરબંદરના સાંદીપનિ આશ્રમની ગૌશાળામાં 11 લાખ, જામનગરના ખીજડા મંદિરની ગૌશાળામાં 5 લાખ, મોટી હવેલીની ગૌશાળામાં 5 લાખ, આણંદાબાવા સેવા સંસ્થાની સ્વાસ્થ્ય સંબંધી સેવાર્થે 5 લાખ, કબીર આશ્રમની સ્વાસ્થ્ય સંબંધી સેવામાં 5 લાખ, સ્વામીનારાયણ મંદિરની સેવા પ્રવૃત્તિ માટે 5 લાખ, બી.એ.પી.એસ. હસ્તકની સંસ્કાર શિક્ષણની પ્રવૃત્તિ માટે 5 લાખ, જામનગરના જામ રણજીતસિંહજી વૃધ્ધાશ્રમ માટે એક લાખ, એમ.પી. શાહ વૃધ્ધાશ્રમ માટે એક લાખ, વસઈ ગામ સ્થિત વૃધ્ધાશ્રમ માટે એક લાખ, અલિયાબાડા પાસેના તપોવન વૃધ્ધાશ્રમ માટે એક લાખ, અંધાશ્રમ માટે એક લાખ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ માટે એક લાખ અને દિવ્યાંગ બાળકો માટે કાર્યરત નાલંદા વિદ્યા વિહારમાં એક લાખ રૂપિયા…એમ કુલ એકાવન લાખ રૂપિયાની રકમ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે સેવાકાર્યોમાં ન્યોછાવર કરવામાં આવી.

g clip-path="url(#clip0_868_265)">