AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : ગોકુલનગર વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગના દરોડા, 35 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

રાજ્યમાં અવારનવાર ભેળસેળ યુક્ત ખાદ્યય પદાર્થો મળતા હોય છે.જામનગરમાં પણ ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જ્યાંથી ભેળસેળ યુકત ઘી ઝડપાયુ છે.જામનગરના ગોકુલ વિસ્તારમાંથી 35 કિલો જેટલુ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે.ઘી માં ભેળસેળ થવાની આશંકાએ ગોકુલ વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 12250ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

Jamnagar : ગોકુલનગર વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગના દરોડા, 35 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
Jamnagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:46 AM
Share

Jamnagar : રાજ્યમાં અવારનવાર ભેળસેળ યુક્ત ખાદ્યય પદાર્થો મળતા હોય છે. અત્યારે તહેવારના સમયે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.તો જામનગરમાં પણ ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જ્યાંથી ભેળસેળ યુકત ઘી ઝડપાયુ છે.

જામનગરના ગોકુલ વિસ્તારમાંથી 35 કિલો જેટલુ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે.ઘી માં ભેળસેળ થવાની આશંકાએ ગોકુલ વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 12250ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : Jamnagar : પહેલા સિરપ હવે ચોકલેટ ! બાળકો અને યુવાધનને ખોખલું કરવા નશાખોરોનો નવો કિમીયો, જુઓ Video

આ અગાઉ રાજકોટમાં નવરાત્રિના તહેવારો પહેલા અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.આરોગ્ય વિભાગે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જે દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. જેમાં 7 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો મળી આવ્યો હતો.જેની કિંમત લગભગ 20 લાખ જેટલી હતી.

તહેવાર પહેલા આરોગ્ય વિભાગની તવાઈ

તો બીજી તરફ માવામાં ભેળસેળિયા તત્વોને જાણે કે કાયદાનો કે સજાનો કોઇ ડર જ ન હોય તેમ બેરોકટોક રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.ગાંધીગ્રામના રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાંથી 7 ટન અખાદ્ય મલાઇનો જથ્થો ઝડપાયો હતો.

તો અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા હતા. Amc આરોગ્ય વિભાગની સૌથી મોટી કાર્યવાહીમાં 600 ટન બટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે પીપળજ ખાતે કોલ્ડસ્ટોરેજમાં 600 ટન બટરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી બટરનો જથ્થો લવવામાં આવતો હતો. તો આ તમામ બટરનો જથ્થો જપ્ત કરી લેબમાં મોકલવામાં આવ્યો છે. તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમમાં બટરનો જથ્થો મોકલવાનો હોવાનું સામે આવ્યુ હતુ.

તો આ અગાઉ બનાસકાંઠાના અંબાજી મંદિરમાં બનતા પ્રસાદીના ઘીમાં ભેળસેળની ઘટના સામે આવ્યા હતા.અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠાના અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો હતો.જેના બાદ અક્ષયપાત્ર નામની સંસ્થાને અંબાજી મંદિરનો પ્રસાદનો નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે.અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે.નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">