AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : પહેલા સિરપ હવે ચોકલેટ ! બાળકો અને યુવાધનને ખોખલું કરવા નશાખોરોનો નવો કિમીયો, જુઓ Video

નશીલા પદાર્થ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે અલગ-અલગ કિમયાઓ અજમાવવામાં આવે છે. થોડા સમય પહેલા આર્યુવેદિક સીરીપના નામે નશીલા પીણાનુ વેચાણ થતુ હતું. જેના પર પોલીસે કાર્યવાહી કરી હતી. હવે યુવાનો અને બાળકો સુધી પહોંચવા માટે ચોકલેટમાં નશીલા દ્રવ્યોની મીલાવટ કરીને વેચાણ કરતા હોવાની શંકા સેવાઇ રહી છે. જેના આધારે જામનગર પોલીસે શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો છે.

Jamnagar : પહેલા સિરપ હવે ચોકલેટ ! બાળકો અને યુવાધનને ખોખલું કરવા નશાખોરોનો નવો કિમીયો, જુઓ Video
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 15, 2023 | 5:43 PM
Share

પહેલા સિરપ અને હવે ચોકલેટ ! ગુજરાતના યુવાનો અને બાળકોને નશાના બંધાણી બનાવી તેને ખોખલા કરવા નશાખોરો એક પછી એક કિમિયા અપનાવી રહ્યા છે. હાલ જામનગરમાં શંકાસ્પદ ચોકલેટનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. જામનગર SOGની ટીમે દિગ્વિજય પ્લોટમાં દરોડા પાડ્યા અને આ સમગ્ર મુદામાલ ઝડપી પાડ્યો.

આ દરમિયાન પાન-મસાલાની બે દુકાનોમાંથી અંદાજે 21 હજાર નંગ શંકાસ્પદ નશાકારક ચોકલેટ ઝડપાઇ. જેની કિંમત 35 હજાર રૂપિયા જેટલી છે. પોલીસે વિવિધ ચોકલેટના સેમ્પલ લઇ તેને ચકાસણી માટે FSLમાં મોકલ્યા છે.

આ પણ વાંચો : Jamnagar: જાંબુડાથી જોડીયા સુધીના કોસ્ટલ હાઈવેમાં આવેલા અનેક પુલ જર્જરીત હાલતમાં, જુઓ Photos

સૌથી મહત્વની વાત એ છે કે ભાંગ અને ગાંજાની આ ચોકલેટમાં વાસ નથી આવતી એટલે નશાખોર ઝડપાતા નથી. જેના કારણે આ પ્રકારની નશીલી ગોળીઓ અને ચોકલેટ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રમિક વિસ્તારોમાં સરાજાહેર શંકાસ્પદ નશાકારક ચોકલેટ વેચાઇ રહી છે. ત્યારે યુવાધનને ખોખલું કરતી આ નશાકારક વસ્તુઓ વેચતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવા અને વેચાણ બંધ કરાવવા લોકોની માગ ઉઠી છે.

જામનગર SOGની ટીમ દ્રારા દિગ્વિજય પ્લોટ 58માં આવેલી ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રીંક અને પાયલ પાન નામની દુકાનો માંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો પકડી પાડ્યો. ગાંધીનગર FSLની લેબમાં જપ્ત કરાયેલ શંકાસ્પદ ચોકલેટના નમુના મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે. જપ્ત કરાયેલ ચોકલેટનુ ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થતુ હોવાનુ ખુલ્યુ છે. અને હાલ જાહેરમાં પાનની દુકાનમાં ચોકલેટનુ વેચાણ થાય છે. જેનો જથ્થાબંધનો ભાવ 2.50 રૂપિયા અને છુટક 5 રૂપિયામાં વેચાણ થતુ હતુ.

હાલ પોલીસે જથ્થો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે. રીપોર્ટ આવ્યા બાદ રીપોર્ટના આધારે પગલા લેવાશે. તપાસમાં ચોકલેટમાં કોઈ પણ પ્રતિબંધિત નશીલા દ્રવ્યનુ પ્રમાણ હોવાનુ ખુલશે તો કડક પગલા લેવાશે. જો રીપોર્ટમાં આવા કોઈ નશીલા દ્રવ્યનુ મિશ્રણ ના હોય તો આ મુદે કોઈ કાર્યવાહી નહી થઈ શકે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">