Jamnagar: સરકારી શાળામાં ભણવાનો ક્રેઝ વધ્યો, ખાનગી શાળાના 1,676 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

|

Jul 05, 2021 | 5:14 PM

જામનગર જીલ્લાના કુલ 6 તાલુકા ધોરણ 1થી 8 સુધીમાં 1,676 જેટલા વાલીઓ પોતાના બાળકોના એડમિશન ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં મેળવ્યા છે.

Jamnagar: સરકારી શાળામાં ભણવાનો ક્રેઝ વધ્યો, ખાનગી શાળાના 1,676 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાની (Corona Virus) અસર દરેક ક્ષેત્રેને થઈ છે. જેમાંથી શિક્ષણ વિભાગ (Education) પણ બાકાત નથી. હજુ પણ શૈક્ષણિક સંસ્થા પર કેટલાક પ્રતિબંધ છે. જેના કારણે શિક્ષણ માત્ર ઓનલાઈન કાર્યરત છે. ઓનલાઈન શિક્ષણ હોવા છતાં ખાનગી શાળાઓ દ્વારા તગડી ફીની વસુલાત કરવામાં આવે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે. જામનગર જીલ્લામાં 6 તાલુકામાંથી કુલ 1,676 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

 

જામનગર જીલ્લાના કુલ 6 તાલુકા ધોરણ 1થી 8 સુધીમાં 1,676 જેટલા વાલીઓ પોતાના બાળકોના એડમિશન ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં મેળવ્યા છે. જેમાં ધ્રોલ તાલુકામાં 124 વિદ્યાર્થી, જામજોધપુર તાલુકાના 162 વિદ્યાર્થી, જામનગર તાલુકાના 908 વિદ્યાર્થી, જોડીયા તાલુકાના 62 વિદ્યાર્થી, કાલાવડ તાલુકાના 133 વિદ્યાર્થી અને લાલપુર તાલુકાના 287 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ખાનગી શાળા છોડવાના કેટલાક કારણ પર નજર કરીએ તો હાલ ઓનલાઈન શિક્ષણ હોય તેમ છતાં ખાનગી શાળાઓ દ્વારા તગડી ફી વલુસવામાં આવતી હોય છે. જે દરેક વાલી માટે ભરવી શકય ના હોય. તેમજ કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધાને અસર થઈ છે તો કેટલાક નોકરીયાતની નોકરી છુટી જતા બેરોજગાર બન્યા છે.

 

તેવી સ્થિતીમાં ખાનગી શાળાઓની તગડી ફી ભરવી શકય ના હોવાથી વાલીઓ દ્વારા ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં બાળકોને પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો. ગત વર્ષે જામનગર જીલ્લામાં 1,400થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ વખતે આ સંખ્યા વધીને 1,676 થઈ છે.

 

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

 

આ પણ વાંચો: Rajkot: ઘોર કળિયુગ, બે દિવસ પહેલા પડધરીમાં તરછોડાયેલા બાળકની માતા “કુંવારી” નીકળી

Next Article