જામનગરમાં હરિદ્વાર લઈ જવાનાં બહાને એક હજાર શ્રદ્ધાળુઓને ગઠીયાઓએ નવડાવ્યા, પોલીસ ફરિયાદ દાખલ
જામનગરમાં ધાર્મિક યાત્રાના નામે છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં(Jamnagar Police) અરજી દાખલ કરી રિફંડ મેળવવા માંગ કરી છે.
જામનગર શહેરમાં(Jamnagar City) 1 હજાર જેટલા લોકોને ધાર્મિક યાત્રામાં હરિદ્વાર (Haridwar) લઈ જવાનું કહીને છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ભાવનાબેન નામના આયોજક દ્વારા 1 હજારથી વધુ લોકો પાસે 3100 રૂપિયા ઉઘરાવીને હરિદ્વાર કથામાં લઈ જવાનું આયોજન કરાયું હતું. બાદમાં ટ્રેનમાં (Train) ટિકીટ ના મળતી હોવાના બહાના બતાવી યાત્રા રદ કરી નાખી. તેમજ રિફંડ આપવા માટે પણ ઠાગાઠૈયા કરતા ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રિફંડ પાછુ આપવા આયોજકના ઠાગાઠૈયા
મહત્વનું છે કે,ધાર્મિક યાત્રાના નામે છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં(Jamnagar Police) અરજી દાખલ કરી રિફંડ મેળવવા માંગ કરી છે.બીજી તરફ યાત્રાના આયોજક દ્વારા એવો ખુલાસો કરાયો છે કે ટ્રેન રદ થતા યાત્રા પણ મોકુફ રાખવી પડી છે,તેમજ તેઓ લોકોને પુરેપુરું રિફંડ આપવાની પણ તૈયારી બતાવી છે.
અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો
અમદાવાદમાં (Ahmedabad) પણ ધાર્મિક યાત્રાના નામે લાખોની છેતરપિડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. પિતા-પુત્રએ શહેરના ઘાટલોડિયા વિસ્તારના સિનિયર સીટીજનો પાસેથી35લાખની રકમ પડાવી છેતરપિંડી આચરતા આ મામલે પોલીસ ફરિયાદ નોધાઇ છે.અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા ધાર્મિક યાત્રાના બહાને સિનિયર સીટીજનો સાથે ફરી ઠગાઈનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.નટુભાઈ પટેલ અને તેનો પુત્ર દિપકે ધાર્મિક યાત્રાના નામે 35 લાખની છેતરપિંડી કરી છે.ઘાટલોડીયા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.