Jamnagar માં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે આખરે તંત્ર સક્રિય, શરૂ કરી કામગીરી

|

Aug 26, 2021 | 4:37 PM

જામનગર શહેરમાં અગાઉ રસ્તા પરથી ઢોરોને દુર કરવા માટે લાકડી સાથે રોજમદારોને રસ્તા પર ફરજ પર તૈનાત કર્યા હતા. પરંતુ કાયમી ઉકેલ ના આવતા ગુરુવારથી પોલીસને સુરક્ષા માટે સાથે રાખી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Jamnagar માં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે આખરે તંત્ર સક્રિય, શરૂ કરી કામગીરી
Jamnagar order to solve the problem of stray cattle Administration Finally activate

Follow us on

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્રારા શકય તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રખડતા ઢોરને રસ્તા પરથી દુર કરવા માટે હવે ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલિસ બંદોબસ્ત સાથે ઢોરોને પકડવાની કામગીરી ગુરુવારથી શરૂ કરવામાં આવી છે.

જામનગર શહેરમાં મોટાભાગના રસ્તા પર રખડતા ઢોરનો અડિંગો જોવા મળે છે. જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રએ આળસ ખંખેરી છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોરને પકડવામાં આવે છે. શહેરના માર્ગો પરથી રખડતા ઢોરને દુર કરવા માટે મહાનગર પાલિકા દ્રારા વિવિધ કામગીરી કરવામાં આવી છે.

જેમાં અગાઉ રસ્તા પરથી ઢોરોને દુર કરવા માટે લાકડી સાથે રોજમદારોને રસ્તા પર ફરજ પર તૈનાત કર્યા હતા. પરંતુ કાયમી ઉકેલ ના આવતા ગુરુવારથી પોલીસને સુરક્ષા માટે સાથે રાખી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહાનગર પાલિકા કડક પગલા લેવાનુ શરૂ કર્યુ છે. જેમાં રસ્તા પર ઘાસચારો નાખતા લોકો સામે પોલીસ ફરીયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ રખડતા ઢોર મુદે ઢોર માલિકો સામે પોલિસ ફરીયાદ કરવા સુધીની તૈયારી તંત્ર દ્રારા કરવામાં આવી છે. કોઈ પણ રીતે માથાના દુખાવા સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર લાલ આંખ કરી છે.

તેમજ ઢોર માલિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવેથી કોઈ ઢોરને રઝડતા રસ્તા પર મુકવામાં ના આવે. જો આવુ બનશે તો કડક કાર્યવાહી ઢોર માલિકો સામે કરાશે. જાહેર રોડ પર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગત અઠવાડીયામાં 168 લોકો પાસેથી કુલ કિંમત રૂ. 68000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

જ્યારે એક વ્યક્તિ વિરૂધ્ધ ઘાસચારો જાહેરમાં વેચવા બદલ પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે. તેમજ 146 જેટલા ઢોરને પકડવામાં આવેલ છે તેની સાથે 30 જેટલા રોજમદારોને લાકડી સાથે મુખ્ય માર્ગો પર તૈનાત કરવામાં આવેલ છે. રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા શકય તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ  પણ વાંચો : Vadodara : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, આફમી ટ્રસ્ટની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

આ  પણ વાંચો : ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ ? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Next Article