જામનગરની હોટેલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, અંદર ફસાયેલા 27 લોકોને બચાવાયા, કોઈ જાનહાનિ નહીં

જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલી એક હોટેલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. હાલમાં 20થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી લાંબો સમય ચાલી હતી ત્યાર બાદ આગ કાબૂમાં આવી હતી.

જામનગરની હોટેલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, અંદર ફસાયેલા 27 લોકોને બચાવાયા, કોઈ જાનહાનિ નહીં
A terrible fire broke out in a hotel near Sikka Patiya in Jamnagar
Follow Us:
| Updated on: Aug 11, 2022 | 11:37 PM

જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલી એક હોટેલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં  પ્રાથમિક તબક્કે 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા હતી.  હાલમાં 20થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટેલમાંથી  આગમાં ફસાયેલા 27 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અને આગમાં દાજેલા 3ને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગણતરીના સમયમાં આખી હોટેલમાં ફેલાઈ ગઈ આગ

જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલી હોટેલ એલેન્ટોમાં  લાગેલી આગ ઘણી ભયાનક છે અને આખી  થોડીક જ વારમાં આખી હોટેલમાં આગ હોટલમાં ફેલાઈ ગઈ છે. હોટેલની અંદર અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જામનગર ફાયરબ્રિગેડ ઉપરાંત  રિલાયન્સ, GSFC અને જામનગર ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં દાઝેલા અને ઇજાગ્રસ્ત થયેલાની સારવાર  જામનગરની જીજી હોસ્પિટલમાં  કરવામાં આવી  છે. ઘટના્સ્થળે  10 એમબ્યુલન્સ પણ રાખવામાં આવી છે જેથી ઇજાગ્રસ્તોને તુરંત પ્રાથમિક સારવાર આપી શકાય.

The burnt and injured have been treated at Jamnagar’s GG Hospital

હોટલના પાર્કિગમાં રહેલા વાહનો પણ આગની જ્વાળાઓ લપેટાયા

હોટલના પાર્કિંગમાં રહેલા વાહનો  પણ બળી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. હોટલની બહાર પાર્ક થયેલી  કાર સળગી ગઈ હતી. ઉપરાંત હોટલના પાર્કિંગમાં રહેલા અન્ય વાહનોને પણ આગની લપેટ લાગી હશે. હોટલની અંદરની તમામ ચીજ વસ્તુઓ આગમાં  બળી ગઈ હોય તેવા પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">