Jamnagar : જોડિયા પંથકમાં મુશળધાર વરસાદ, 3 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ નોંધાયો

|

Sep 23, 2021 | 3:42 PM

જામનગર જિલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત રાતથી જિલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું, જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ, વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો,

Jamnagar : જોડિયા પંથકમાં મુશળધાર વરસાદ, 3 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ નોંધાયો
Jamnagar: Heavy rains in Jodia Panthak, 7 inches of rain in 3 hours

Follow us on

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરના જોડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. 3 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

જામનગર જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલી અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં સાડાસાત ઇંચ વરસાદ વરસી જતાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે.

જામનગર જિલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત રાતથી જિલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું, જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ, વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો, જેમાં સવારે 6થી 8 વાગ્યાના 2 કલાકના ગાળામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ વધુ અઢી ઇંદ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જોડિયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોડિયા પંથકમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. જોડિયાથી શરૂ થયેલો મેઘાવી માહોલ જિલ્લાભરમાં છવાઈ ગયો છે, જેને લઈને આજે દિવસ દરમિયાન જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર(Jamnagar) જિલ્લાના જોડિયા-ધ્રોલ પંથકના લોકોને તંત્ર દ્વારા ચેતવણી સંદેશ આપવામાં આવી છે. જેમાં ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-2 ડેમ(Und-2 Dam) ઓવરફ્લો થયો છે. તેમજ ઉન્ડ-2 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના પગલે જોડિયા, માજોઠ, આણદા, બાદનપર, ભાદરા, કુનન્ડના ગ્રામજનોને સચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. આ ઉપરાંત લોકોને નદીના પટ્ટમાં પણ અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

જ્યારે જામનગર જોડીયા પંથકમા મૂશળધાર વરસાદ સવારથી અત્યાર સુધીમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત પડેલા વરસાદના કારણે નીચાણવારા વિરતારોમા પાણી ભરાયા છે. જેના લીધે રસ્તાઓમા પાણી ફરી વળ્યા છે. તેમજ રહેણાક વિસ્તારોમાં મકાનોમા પાણી ભરાયા છે.

Next Article