JAMNAGAR : ખાનગી શાળાઓને રાજયની 500 સરકારી શાળા ટક્કર આપશે

ખાનગી શાળાઓના હરીફાઈમાં આગળ રહેશે રાજયની 500 સરકારી શાળાઓ. રાજયના તમામ તાલુકા કક્ષાની 2 બે શાળાઓને સ્કૂલ ઓફ એક્સીલન્સ માટે તૈયાર કરવામાં આવશે.

JAMNAGAR : ખાનગી શાળાઓને રાજયની 500 સરકારી શાળા ટક્કર આપશે
500 government schools in the state will compete with private schools
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:18 PM

JAMNAGAR : શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને સુધારાના હેતુથી રાજય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સીલન્સ નામનો પ્રોજેકટ અમલી કરવામાં આવ્યો. જેનાથી સરકારી શાળાની ગુણવતા, શિક્ષણનુ સ્તર, વિધાર્થીનો સર્વાગી વિકાસ સહીતના તમામ મુદાઓને આવરીને શાળાઓ તે મુજબની કામગીરી કરશે.

ખાનગી શાળાઓના હરીફાઈમાં આગળ રહેશે રાજયની 500 સરકારી શાળાઓ. રાજયના તમામ તાલુકા કક્ષાની 2 બે શાળાઓને સ્કૂલ ઓફ એક્સીલન્સ માટે તૈયાર કરવામાં આવશે. જે માટેની સર્વેની કામગીરી પુર્ણ થયા બાદ 15 ઓગષ્ટથી આ પ્રોજેકટ અમલી થઈ શકે છે. જેમાં દરેક તાલુકાની બે સરકારી શાળાની પસંદગી કરીને તેને સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ માટે તૈયાર કરવામાં આવશે.

આ પ્રોજેકટ મુજબ પ્રથમ 100 દિવસમાં તાલુકાની 2 શાળા અને અન્ય બીજા 100 દિવસમાં તાલુકાની 2 શાળાઓને તૈયાર કરાશે. જે શાળાની પસંદગી વિવિધ મુદાઓને અને મુલ્યાંકનના આધારે કરવામાં આવશે. આ પ્રોજેકટ મુજબ શાળામાં પુરતી વિધાર્થીઓના સંખ્યા, પુરતી સંખ્યામાં શિક્ષકો, પુરતા ઓરડા(વર્ગખંડ), પુરતી ભૌતિક સુવિધા, રમત ગમતનુ મૈદાન તેમજ સાધનો સહીતની તમામ સવલતો આપવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સરકારી શાળાના ખાસ તાલિમ પામેલ શિક્ષકોને સ્કૂલ ઓફ એકસીલન્સમાં મુકવામાં આવશે. તેમજ ડીઝીટીલ એજયુકેશન સીસ્ટમનો ઉપયોગ કરાશે. જેમાં પ્રોજેકટર સહીતના ઉપકરણોનો ઉપયોગ થશે. તો સમયાંતરે શાળાનુ વિવિધ મુદાઓ પણ મુલ્યાંકન પણ થશે. જે મુલ્યાંકનના આધારે શાળાને રેડ, યેલો કે ગ્રીન ઝોન આપવામાં આવશે.

શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ, રમત-ગમત, તેમજ શાળાની અન્ય પ્રવૃતિમાં તેમની સક્રિય અને સફળતાને ધ્યાને લેવામાં આવશે. જે રેકીંગના આધારે શાળાને વધુ ગ્રાન્ટ કે વધુ સવલતો પણ આપવામાં આવશે. એટલે કે હવે સરકારી શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવીને શિક્ષણનુ સ્તર, ગુણવતા સુધારીને સરકારી શાળાની છાપ બદલવાનો શિક્ષણ વિભાગનો પ્રયાસ છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ માટે તમામ જીલ્લાના જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા પંચાયતના પ્રમુખ, અને શિક્ષણ સમિતીના ચેરમેન સાથેના સેમિનાર યોજયા હતા. આગામી 15 ઓગષ્ટ રાજયની કુલ 500 જેટલી શાળાઓને સ્કૂલ ઓફ એકસીલન્સ તરીકે આ પ્રોજેકટમાં સમાવી જાહેરાત થઈ શકે છે.

જામનગર જીલ્લામાં આ માટેની સંપુર્ણ તૈયારી કરવામાં આવી છે. જેમાં 6 તાલુકાની કુલ 24 શાળાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ શાળાની મુલાકાત અધિકારી દ્રારા લઈને તેને સ્કૂલ ઓફ એકસીલન્સ પ્રોજેકટ માટે તૈયાર કરવામાં આવી છે. જે માટે પુરતા શિક્ષકો અને તેની ટીમની યાદી તૈયાર હોવાનુ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એન. દવેએ જણાવ્યુ છે.

આ પણ વાંચો  : Ahmedabad: પત્નીએ છૂટાછેડા આપીને બીજે લગ્ન કર્યા, પુર્વ પતિએ 27 જેટલા છરીના ઘા ઝીંકી કરી હત્યા

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">