AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પત્નીએ છૂટાછેડા આપીને બીજે લગ્ન કર્યા, પુર્વ પતિએ 27 જેટલા છરીના ઘા ઝીંકી કરી હત્યા

અમદાવાદના વટવા વિસ્તારમાં પૂર્વ પતિએ પરણીત મહિલાની ક્રૂરતા પૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે.

Ahmedabad: પત્નીએ છૂટાછેડા આપીને બીજે લગ્ન કર્યા, પુર્વ પતિએ 27 જેટલા છરીના ઘા ઝીંકી કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર
Mihir Soni
| Edited By: | Updated on: Aug 05, 2021 | 9:02 PM
Share

અમદાવાદના વટવા વિસ્તારમાં પૂર્વ પતિએ પરણીત મહિલાની ક્રૂરતા પૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પૂર્વ પતિ સહિત ત્રણ લોકોએ મહિલાને ઉપરાછાપરી 27 જેટલા છરીના ધા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે છરીના 27 ઘા મારીને હત્યા નીપજવી હતી. આ બાબતે મહિલાના હાલના પતિ મહેશ ઠાકોરએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતક મહિલાએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા.

પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા ત્યારથી તેની સાથે રહેતી હતી. બુધવારે રાતના સમયે મહિલાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. હુમલા દરમિયાન મહિલાએ ખુબ આજીજી કરી પોતાને છોડી દેવા છતા ક્રૂર પતિએ તેની એક સાંભળી નહિ અને મહિલાની કરપીણ હત્યા કરી નાખી હતી.

જોકે આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી મહેશ ઠાકોરે આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યુ છે કે, હત્યારાઓ ઇકો કારમાં આવ્યાં હતાં. પૂર્વ પતિ અને તેના બે મિત્રો મહિલા ઘરે જઇને એક શખ્સે મહિલા પકડી રાખી હતી જે બાદ અન્ય બે આરોપી છરીના ઉપરા છાપરી ધા ઝીકિ ફરાર થઈ ગયા હતાં. વટવા પોલીસે આરોપી પકડવા અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Hockey Team : કેપ્ટન મનપ્રીત સિંહે 41 વર્ષ બાદ મળેલા મેડલને કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કર્યો સમર્પિત

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">