AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : જલાલપોરમાં યુવતીના શંકાસ્પદ મોતની ઘટનાનું રહસ્યુ ટૂંક સમયમાં ખુલશે, પેનલ પોસ્ટમોર્ટમની કામગીરી થઈ પૂર્ણ, જુઓ Video

નવસારીના જલાલપોરમાં યુવતીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. યુવતીનું મોત ગળેફાંસો ખાવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પરંતુ યુવતીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યુ છે. જેના રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે.

Navsari : જલાલપોરમાં યુવતીના શંકાસ્પદ મોતની ઘટનાનું રહસ્યુ ટૂંક સમયમાં ખુલશે, પેનલ પોસ્ટમોર્ટમની કામગીરી થઈ પૂર્ણ, જુઓ Video
જલાલપોરમાં યુવતીની હત્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 12:24 PM
Share

નવસારીના જલાલપોરમાં યુવતીના શંકાસ્પદ મોત કેસમાં પેનલ પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. યુવતીનું મોત ગળેફાંસો ખાવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે હજુ પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાં યુવતીના મોત અંગેનું સાચુ કારણ બહાર આવશે. આ ઉપરાંત યુવતીના DNA સેમ્પલ લેવાયા છે.

આ પણ વાંચો : NAVASARI : આજે પારસીઓનું જમશેદી નવરોઝ, કેમ પારસી સમાજની ઘટી રહી છે વસ્તી ?

સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પ્રમાણે, યુવતીના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી મળ્યા. પરંતુ ગળાના ભાગે નિશાન જોવા મળ્યા છે. આ નિશાન ગળેફાંસો ખાવા સાથે સુસંગત છે. મહત્વનું છે કે યુવતીની સુસાઈડ નોટમાં મરજીથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. જ્યારે પ્રેમી યુવકનો આરોપ છે કે યુવતીની હત્યા કરીને દફનાવી દેવાઈ છે.

પ્રેમીએ ઓનર કિલિંગનો કર્યો હતો આક્ષેપ

જલાલપોરના અબ્રામા ગામમાં રહેતી યુવતીનું શંકાસ્પદ મોત થતા પ્રેમીએ સુરત રેન્જ આઈજીને અરજી કરી પ્રેમિકાના પરિજનો પર ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો છે. પ્રેમીનું કહેવું છે કે યુવતી અને તેની વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતી 20 એપ્રિલે ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. જેથી પ્રેમીએ યુવતીને વલસાડથી લાવી પરીવારના સભ્યોને સોંપી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે પ્રેમિકાના આપઘાતનો પ્રેમીએ અસ્વીકાર કર્યો અને પ્રેમિકાના પરિવારજનો પર તેણે ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો હતો.

અમદાવાદમાં વેજલપુરમાં IB ઓફિસરે પત્નીની બની હતી હત્યા

આ અગાઉ આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર-2 સોસાયટીમાં મહિલાની હત્યા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી હતી. IB ઓફિસરે પત્નીની હત્યા માટે સોપારી આપી હતી. પોલીસે આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરી તેમના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઘટના એવી હતી કે 6 મહિના પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ 2માં એફ બ્લોકના મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">