Surat: સંગીની અને અરિહંત ગ્રુપ પર IT ની તપાસ યથાવત્, કરોડોના બેનામી વ્યવહારો, વધી શકે છે આંકડો

Surat: સંગીની અને અરિહંત ગ્રુપ પર IT ની તપાસ યથાવત્, કરોડોના બેનામી વ્યવહારો, વધી શકે છે આંકડો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:25 AM

Surat: ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સુરતમાં દરોડા પાડ્યા છે. જેમાં તપાસ દરમિયાન રૂપિયા 300 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે.

Surat Income tax raid: સુરતમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત્ છે. સંગીની (Sangini), અરિહંત ગ્રુપ (Arihant Group), ફાયનાન્સર, બ્રોકરોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. દરોડાના છેલ્લા ચાર દિવસ દરમિયાન ડાયરીઓ અને ચિઠ્ઠીઓ ઉપરાંત 4 થી 5 થેલાં ભરીને લવાયેલાં લેપટોપ, હાર્ડ ડિસ્કમાં રૂપિયા 300 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે.

મોટાભાગના વ્યવહારોનું વેરિફિકેશન હજી બાકી હોવાથી આ આંકડો હજુ પણ વધી શકે તેવી સંભાવના છે. શુક્વારે સવારથી આઈટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સંગીની, અરિહંત ગ્રુપ ઉપરાંત અશેષ દોશી, નરેન્દ્ર, તારાચંદ ખુરાના, કિરણ, મહેન્દ્ર મહેતા વગેરેને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે સુરત શહેરમાં રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રના અગ્રણી સંગીની (Sangini) અને અરિહંત (Arihant) ગ્રુપના ભાગીદારો અને તેઓ સાથે સંકળાયેલા ઈન્વેસ્ટરોને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. શુક્રવાર વહેલી સવારથી સુરતના પીપલોદ-વેસુ અને અઠવા લાઈન્સ સહિત અલગ અલગ 40 જેટલા ઠેકાણે અમદાવાદ અને સુરતના ઈન્કમ ટેક્સના અધિકારીઓની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: નવસારીના 5 સહિત 8 માછીમાર લાપતા, મુંબઈ માછીમારી કરવા ગયેલા ખલાસી બોટ સહિત ગૂમ થતા નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: વાહનચાલકો પર મોંઘવારીનો માર: કોઈ કારણ વગર અદાણી ગેસે CNG ના ભાવમાં કર્યો આટલો વધારો

g clip-path="url(#clip0_868_265)">