નવસારીના 5 સહિત 8 માછીમાર લાપતા, મુંબઈ માછીમારી કરવા ગયેલા ખલાસી બોટ સહિત ગૂમ થતા નોંધાઈ ફરિયાદ
Navsari: દસ દિવસ પહેલા નવસારીના 5 સહિત 8 માછીમારો મુંબઈ માછીમારી કરવા ગયા હતા. ત્યારે આ માછીમારો ગુમ થયાની ફરિયાદ સામે આવી છે.
Navsari: મુંબઈ માછીમારી કરવા ગયેલા નવસારીના 5 સહિત 8 કુલ માછીમાર લાપતા છે. 10 દિવસ પહેલાં જગવંદન (Jagvandan) નામની બોટનો સંપર્ક તૂટ્યો હતો. શોધખોળ કરવા છતાં ન બોટ ન મળતા બોટ માલિકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મધદરિયેથી બોટ લાપતા થતાં માછીમારોના (Fisherman) પરિવારજનો ચિંતાતૂર બન્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
તમને જણાવી દઈએ કે 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી ગઈ હતી. જે 0 દિવસ પહેલા દરીયામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. બોટની શોધખોળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સાથે જ એક અન્ય સ્થાનિક બોટ શોધખોળમાં લાગી હતી. પરંતુ 10 દિવસ બાદ પણ બોટની કોઈ માહિતી નથી મળી. ત્યારે બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈના માલિકે કરી છે. આ બોટમાં નવસારીના 5 માછીમાર હોવાનું સામે આવ્યું છે.
27 મી નવેમ્બરે માછીમારી કરવા આ બોટ નીકળી હતી. જેના 8 ખલાસીઓ મધદરિયે ગુમ થતાં પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. તો આ સમયે દરિયામાં વાતાવારણ ખરાબ હોવાની પણ માહિતી સામે આવી હતી. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પણ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: વાહનચાલકો પર મોંઘવારીનો માર: કોઈ કારણ વગર અદાણી ગેસે CNG ના ભાવમાં કર્યો આટલો વધારો
આ પણ વાંચો: PM Matsya Sampada Yojana: આ યોજનામાં મત્સ્ય પાલનથી કરી શકાય છે સારી કમાણી, જાણો વિગતે
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
