વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં રમાવાની છે IPL મેચ, જાણો શું કહે છે હવામાન

|

Apr 17, 2024 | 10:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક આકરી ગરમી પડે તેવી સંભાવના છે. આગામી 48કલાક હીટવેવની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં રમાવાની છે IPL મેચ, જાણો શું કહે છે હવામાન
Summer 2024

Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક આકરી ગરમી પડે તેવી સંભાવના છે.આગામી 48કલાક હીટવેવની શક્યતાને કારણે રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓ જેવા કે પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે અને આવતીકાલે હીટવેવની અસર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 થી 20 એપ્રિલ વચ્ચે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં રમાશે મેચ

સિઝનની 32મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામસામે ટકરાશે. બંને ટીમો 17 એપ્રિલ (બુધવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ગુજરાતે છેલ્લી 6 મેચમાંથી 3 મેચ જીતી છે. બંન્ને ટીમોની આ સાતમી મેચ છે.પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આજે મેચ બંન્ને ટીમો માટે ખુબ મહત્વની છે.

આગામી 48 કલાક હીટવેવની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક આકરી ગરમી પડે તેવી સંભાવના છે.આગામી 48કલાક હીટવેવની શક્યતાને કારણે રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓ જેવા કે પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે અને આવતીકાલે હીટવેવની અસર જોવા મળી શકે છે.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમી પડે તેવી સંભાવના છે. તેમજ 18 થી 20 એપ્રિલ વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે.

રાજ્યમાં કેટલુ મહત્તમ તાપમાન રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, રાજકોટ, ભાવનગર, ભૂજ, વલસાડ સહિતના વિસ્તારોમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત અને પાલનપુર સહિતના વિસ્તારોમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે ન્યૂનતમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના વિસ્તારોમાં 36 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ અને પાલનપુરમાં 32 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભૂજ સહિતના વિસ્તારોમાં 31 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article