17-5-2024

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે.

કેટલીક વાર લિફ્ટ બંધ થઈ જાય ત્યારે શું કરવુ અને શું ન કરવુ તે જાણવુ જરુરી છે.

લિફ્ટમાં સફર કરતી સમયે આ ખાસ ધ્યાન રાખવુ કે મોબાઈલ ફોન લઈને જવુ.

અચાનક લિફ્ટ બંધ થઈ જાય તો ગભરાશો નહી અને સાથે રહેલા લોકોને પણ શાંત રહેવા અપીલ કરો. જેથી સમસ્યામાં વધારો ન થાય

કેટલીક વાર અચાનક લિફ્ટ બંધ થઈ જાય છે. ત્યારે લોકો લિફ્ટમાં કુદવા લાગે છે. આવુ કરવાથી લિફ્ટ ખોલવામાં મુશ્કેલી આવે છે.

જો લિફ્ટ અટકી જાય, તો તરત જ એલાર્મ બટન દબાવો અને લિફ્ટ પર લખેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો.

લિફ્ટ બંધ થઈ જાય ત્યારે ભૂલથી પણ દરવાજો ખોલવાની કોશિશ ન કરો.

સોસાયટીમાં લિફ્ટ બંધ થવાની ઘટના થાય તો સેક્રેટરીને ફોન કરી જાણ કરવી.

કોઈ કોમર્શીયલ બિલ્ડીંગમાં લિફ્ટમાં ફસાઈ જાવ તો નજીકની ઓફિસનો નંબર ગુગલ પર સર્ચ કરીને જાણ કરવી