ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1,115 કેસ નોંધાયા, 8ના મોત

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1,115 કેસ નોંધાયા, 8ના મોત

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 224 દર્દી મળ્યાં. તો સુરત શહેરમાં 138 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરા શહેરમાં 103 અને રાજકોટ શહેરમાં 101 કેસ સામે આવ્યા. રાજ્યમાં કાળમુખો કોરોના વધુ 8 દર્દીઓને ભરખી ગયો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4નાં મોત થયા. તો સુરત શહેરમાં 3 અને […]

Utpal Patel

|

Dec 17, 2020 | 9:08 PM

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 224 દર્દી મળ્યાં. તો સુરત શહેરમાં 138 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરા શહેરમાં 103 અને રાજકોટ શહેરમાં 101 કેસ સામે આવ્યા. રાજ્યમાં કાળમુખો કોરોના વધુ 8 દર્દીઓને ભરખી ગયો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4નાં મોત થયા. તો સુરત શહેરમાં 3 અને બોટાદમાં એકનું મૃત્યુ નિપજ્યું. જો કે સારવાર બાદ સાજા થતા દર્દીઓની સંખ્યા સતત વધુ નોંધાઈ રહી છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 1305 દર્દીઓ સ્વસ્થ થયા. આ સાથે જ કોરોના રિકવરી રેટ 92.82 ટકા પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં સૌથી વધુ 224 કેસ સામે આવ્યા. અને જિલ્લામાં 8 દર્દી નોંધાયા. અમદાવાદ શહેરમાં 4 દર્દીઓનાં મોત થયા. અમદાવાદ શહેરમાં 221 દર્દી અને જિલ્લામાં 7 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati