સુરતમાં 82 વર્ષના દાદીને એક મહિનામાં બે વાર કોરોના થયો, તંદુરસ્ત આહાર અને જીવનશૈલીથી આપી કોરોનાને માત

પોતાના નિયમિત આહાર અને ઢળતી ઉંમરમાં પણ આ દાદીએ સારી તંદુરસ્તી જાળવી રાખી છે. દાદીની આ વાત અન્ય કોરોનાગ્રસ્ત લોકો માટે પ્રેરણાદાયી છે.

સુરતમાં 82 વર્ષના દાદીને એક મહિનામાં બે વાર કોરોના થયો, તંદુરસ્ત આહાર અને જીવનશૈલીથી આપી કોરોનાને માત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 08, 2021 | 7:20 PM

સુરતના વરાછા વિસ્તારમાં રહેનારી એક 82 વર્ષીય દાદીએ એક જ મહિનામાં બે વાર કોરોના થયો હતો. પરંતુ તેમના શરીરની તંદુરસ્તી અને મનની મજબૂતાઈથી કોરોનાને માત આપી છે. આ વિશ્વાસ સાથે તેમણે ઘર પર જ રહીને કોરોનાને હરાવ્યો છે અને સ્વસ્થ થઈ ગયા છે. પોતાના નિયમિત આહાર અને ઢળતી ઉંમરમાં પણ આ દાદીએ સારી તંદુરસ્તી જાળવી રાખી છે. દાદીની આ વાત અન્ય કોરોનાગ્રસ્ત લોકો માટે પ્રેરણાદાયી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાલીતાણા તાલુકાના સગાપરા ગામના મૂળનિવાસી અને હાલમાં વરાછા વિસ્તારના શિવધારા સોસાયટીમાં પોતાના પૌત્ર સાથે રહેતા 82 વર્ષીય રાધાબેન ગગજીભાઈ ભીખડીયા નામના આ દાદીને મહિનામાં બે વાર કોરોના થયો હતો. તેમને શરૂઆતમાં તાવ અને કમજોરીની ફરિયાદ થઈ હતી. પરિસ્થિતિ એવી હતી કે તેમના પૌત્ર નિલેશ અને રાહુલ પોતાની દાદીને સારવાર માટે એક ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાં સીટીસ્કેન સહિતના રિપોર્ટમાં કોરોના સામે આવ્યો હતો. કોરોનાએ ફેફસામાં 15% અસર કરી હતી.

જોકે રાધા બેનને હોસ્પિટલની દવાની સાથે સાથે ઘર પણ સારવાર ચાલુ રાખી હતી, કારણ કે નિલેશભાઈ ઈચ્છતા હતા કે તેમના વૃદ્ધ દાદીને ઘરના જ માહોલમાં સારી રીતે રિકવરી આવે. જેથી તેમણે પોતાની દાદીને ઘર પર જ રાખીને સારવાર શરૂ કરી ઓક્સિજન સપ્લાય સાથે પૌષ્ટિક આહાર અને દવાનું સેવન ચાલુ રાખ્યું હતું. 18 દિવસમાં રાધાબેન સ્વસ્થ થઈ ગયા. દાદીના સાજા થવાના થોડા દિવસો બાદ તેમના દીકરા ગણેશભાઈને કોરોના થયો હતો.

સાથે જ તેમને પણ ફરી કોરોનાની અસર જોવા મળી હતી. 17 એપ્રિલે રાધાબેનને તેમના શરીરમાં કબજિયાત અને ન્યૂમોનિયા હોવાની ખબર પડી અને તેમના કોરોનાના લક્ષણો પણ દેખાયા. જેથી પૌત્ર અને પૌત્રીઓએ તેમની ઘર પર જ સારવાર શરૂ કરી. તેમને એક ખાનગી ડોક્ટરની દવા લીધી અને પરિવારની દેખરેખ બાદ રાધાબેન સ્વસ્થ થયા. દોઢ મહિનાના આ સમય દરમિયાન રાધા બેનને એક અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

નિયમિત દવા ઉકાળાના સેવનથી રાધાબેન 7મેના રોજ સાજા થયા. ડોક્ટરોએ તેમને બીજા રૂમમાં જવાની સંમતિ આપી દીધી. 82 વર્ષના હોવા છતાં પણ તેઓ હજી પણ સ્વસ્થ છે. તેમના પરિવારમાં 16 વ્યક્તિઓ છે. કોરોના થવા પહેલાં નિયમિત રૂપથી ચાલવાની આદત હતી. જે તેમની જીવનશૈલીને એક ભાગ હતો. ભોજન પણ તેઓ ખૂબ ચોકસાઈથી લેતા. દિવસમાં સવારે દૂધ, રોટલી, બપોરે દાળ, ભાત, શાક, રોટલી અને સાંજે ફરી દૂધ અને રોટલી તેમનો આહાર છે. નિયમિત અને પૌષ્ટિક આહારના કારણે રાધાબેનની તંદુરસ્તી જળવાઈ રહી છે અને આ જ કારણ છે કે તેમણે કોરોનાને એક મહિનામાં બે વાર હરાવ્યો છે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">