ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, સમય બગાડવા બદલ રાજનેતાને ફટકાર્યો આટલો દંડ

ગુજરાત હાઇકોર્ટે કોર્ટનો કિંમતી સમય વેડફવા બદલ ખેડા જિલ્લાના ડાકોર નગરપાલિકાના પ્રમુખ મયુરીબેન પટેલને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે.

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, સમય બગાડવા બદલ રાજનેતાને ફટકાર્યો આટલો દંડ
Gujarat High Court Impose Fine To Politician For Wasting Time (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:38 PM

ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt) અદાલતનો સમય બરબાદ(Wasting Time)કરનારા રાજનેતાને સબક શીખવાડયો છે. જે કોર્ટના સમયની કિંમત ન સમજનાર લોકો માટે ઉદાહરણ પણ પૂરું પાડે છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ખેડા(Kheda) જિલ્લાના ડાકોર નગરપાલિકાના પ્રમુખ મયુરીબેન પટેલને(Mayuriben Patel)  રૂપિયા 50 હજારનો દંડ(Fine) ફટકાર્યો છે.

આ સમગ્ર કેસમાં ડાકોર નગરપાલિકામાં મયુરીબેન સાત ગેરલાયક ઠરેલા સભ્યોના મતદાનના આધારે પ્રમુખ બન્યા હતા. તેમજ જેની સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.આ મામલે કાયદાકીય લડત ચાલ્યા બાદ તેમની પાસેથી નગરપાલિકાના નિર્ણય અને નાણાકીય વ્યવહાર અંગેના નિર્ણય લેવાની સત્તા પરત લઇ લેવામાં આવ્યા હતા.

આ કેસની વિગત મુજબ ડાકોર નગરપાલિકામાં કુલ ૨૮ બેઠકો છે અને તે પૈકી ૧૧ બેઠકો પર ભાજપને વિજય થયો હતો. જો કે પ્રમખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ સાત સભ્યોએ ક્રોસવોટિંગ કરતા સ્વતંત્ર ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. જેમાં  ક્રોસવોટિંગ કરનારા સભ્યો સામે ભાજપે કાર્યવાહી કરતા તેમને ગેરલાયક ઠેરવાયા હતા અને અંતે સુપ્રીમ કોર્ટે પણ તેમને ગેરલાયક ઠેરવતા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

જો કે આ ગેરલાયક ઠરેલા ઉમેદવારોએ બીજી ટર્મમાં મતદાન કર્યુ હતું અને ત્યારે પ્રમુખ તરીકે સ્વતંત્ર ઉમેદવાર તરીકે મયુરીબહેન પટેલ ચૂંટાઇ આવ્યા હતા. તેમજ ગેરલાયક ઉમેદવારના મતથી ચૂંટાયેલા પ્રમુખ કાયદાકીય રીતે હોદ્દા પર રહેતા નથી.

જેની સામે ફરી એકવાર નગરપાલિકાના પ્રમુખે ગુજરાત હાઈકોર્ટમાં તેમના હક્ક મેળવવા અરજી કરી હતી. જોકે તેઓ ગેરલાયક સભ્યોના મતદાનથી સભ્ય બન્યા હોવાથી તેમની પાસે કોઈપણ પ્રકારના નિર્ણય લેવાની સત્તા નથી રહેતી. તેમ છતાં તેમને નીતિવિષયક બાબતો અને નાણાકીય સત્તા મેળવવાના માટે કોર્ટમાં અરજી કરી હતી.

આ અંગે કોર્ટે નોંધ્યું કે, આ બાબત યોગ્ય નથી અને કોર્ટનો સમય બરબાદ થઈ રહ્યો છે. જેને લઈને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આ રૂપિયા કોવિડ ફંડમાં જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જો કે કોર્ટે પહેલાં એક લાખનો દંડ કરવા કહ્યું હતું પરંતુ પ્રમુખ પોતાની ભૂલ સમજે તો સ્વૈચ્છિક 50 હજારનો દંડ ભરી શકે છે તેમ પણ કહ્યું હતું.

આ પણ વાંચો : વડોદરા કોર્પોરેશન દિવાળી પૂર્વે કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા સક્રિય

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મામલો ગૂંચવાયો, પોલીસ વડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

g clip-path="url(#clip0_868_265)">