ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મામલો ગૂંચવાયો, પોલીસ વડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

ગુજરાતના પોલીસ વડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. તેમજ ગ્રેડ પે મુદ્દે જરૂરી ચર્ચા પણ કરી છે.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે( Police Grade Pay)ના મુદ્દે શરૂ થયેલું આંદોલન(Agitation)હજુ પણ યથાવત છે. આ દરમ્યાન ગુજરાતના પોલીસ વડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)સાથે મુલાકાત કરી છે. તેમજ ગ્રેડ પે મુદ્દે જરૂરી ચર્ચા પણ કરી છે. જેમાં ગુજરાતના ડીજીપી(DGP)સ્વર્ણિમ સંકૂલ  પહોંચ્યા હતા. આ પૂર્વે ગઇકાલે પોલીસ પરિવાર સાથે બેઠક બાદ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે સમિતિની રચના કરવાની વાત કરવામાં આવી હતી. જો કે તેમ છતાં સતત આંદોલન ચાલુ રહ્યું છે.

ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલના ‘ગ્રેડ પે’ને લઈને આજે પણ આંદોલન યથાવત રહ્યું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ અને તેના પરિવારો તેમના મુદ્દાઓ નક્કી કરશે અને પોલીસ ગ્રેડ પેના મુદ્દાઓ આજે લેખિતમાં સરકારને સોંપશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનોની મહિલાઓ આંદોલન પર ઉતરી હતી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે સમગ્ર મામલે ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં 6 મુદ્દાઓ પર ચર્ચા કરી તેને ઉકેલવા કમિટીની રચના કરવા જણાવ્યુ હતું.તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આશ્વાન આપ્યું હતું કે તમામ માગણીઓને વહેલી તકે ઉકેલવામાં આવશે.એવામાં પોલીસકર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

આ પણ વાંચો : બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો

આ પણ વાંચો :  વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર વચ્ચે બિલની રકમને લઈ વિવાદ, માત્ર કન્સલ્ટન્સીનું બિલ 20 કરોડ મુક્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati