કોરોનાકાળમાં બાળકોના અભ્યાસ પર થયેલી અસર નિવારાશે, રાજ્યભરની શાળાઓમાં 100 કલાક ‘સમયદાન’ શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન

કોવિડ-19ની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સંકલ્પબદ્ધ છે. બાળકોના અભ્યાસ સંદર્ભે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે.

કોરોનાકાળમાં બાળકોના અભ્યાસ પર થયેલી અસર નિવારાશે, રાજ્યભરની શાળાઓમાં 100 કલાક 'સમયદાન' શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન
Jitu Vaghani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:13 PM

કોરોનાકાળ(Corona period)માં બાળકોના શિક્ષણ(Education) પર થયેલી અસરને નિવારવા સરકારે મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી(Jitubhai Waghani)એ જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓ(Students)ના હિતમાં રાજ્યભરની શાળાઓમાં 100 કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકારે આ અંગે મહત્વનો નિર્ણય કર્યો હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

શિક્ષણ પ્રધાને ઉમેર્યું કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સમયના લર્નીંગ લોસ ઘટાડવા માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે શાળાઓમાં 100 કલાક “ સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું આયોજન કરાયું છે. કોવિડ-19ની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સંકલ્પબદ્ધ છે.

શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલા અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ દ્વારા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ સ્તરના શિક્ષક સંઘો સાથે બેઠક કરી સર્વાનુમતે 100 કલાક સ્વૈચ્છિક સમયદાન આપવાનો સંકલ્પ કરાયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બે લાખથી વધુ શિક્ષકો સમયદાન આપશે

આ શૈક્ષણિક યજ્ઞ અંતર્ગત રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો શાળા સમય ઉપરાંત વધારાનુ શિક્ષણ કાર્ય કરી 100 કલાક સમયદાન આપશે. આ સમયદાન યજ્ઞ ડિસેમ્બર-૨૦૨૧ થી ૧૫ એપ્રીલ-૨૦૨૨ સુધી આયોજન કરાશે. શાળાઓ પોતાની રીતે આયોજન કરી શાળા સમય પહેલા અથવા શાળા સમય બાદ સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વધારાના શિક્ષણ કાર્યનું સ્વૈચ્છિક રીતે આયોજન કરશે. આ માટે શાળાઓ ઇચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકુળતા મુજબ શિક્ષણ કાર્ય કરી શકશે.

શિક્ષણમાં રહી ગયેલી કચાશ દુર કરાશે

ધોરણ ૧ થી ૫માં વાંચન, ગણન અને લેખનને કેન્દ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ ૬ થી ૮માં કઠિન બિંદુઓની તારવણી કરી તે મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ ૯ થી ૧૨માં વિષયના ભારણ પ્રમાણે તેમજ લિંકિંગ ચેપ્ટર મુજબ વિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરાશે. ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કચાશ રહી ગયેલા પ્રકરણો અને મુદ્દાઓની તારવણી કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

સ્વૈચ્છિક રીતે જોડાવા અપીલ

સમયદાનની આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત શિક્ષકો, સ્થાનિક તાલિમી સ્નાતકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ સમયદાન યજ્ઞમાં રાજ્યના શિક્ષકો દ્વારા અંદાજે બે કરોડથી વધુ માનવ કલાક બાળકો અને શિક્ષણના હિતમાં સ્વૈચ્છિક રીતે આપવામાં આવશે.

આ નિર્ણયથી રાજ્યની ધોરણ ૧ થી ૮ની પ્રાથમિક સરકારી, ગ્રાંટેડ, ખાનગી મળી કુલ ૪૩,૫૪૦ શાળાઓ અને ધોરણ ૯ થી ૧૨ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી, ગ્રાંટેડ, ખાનગી, અન્ય મળી કુલ ૧૨,૪૪૫ શાળાઓના જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ પણ વાંચો : ગુજરાતના આણંદ ખાતે યોજાશે પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021

આ પણ વાંચો :  ગુજરાતના સીએમ બે દિવસ વારાણસી-કાશીમાં, 13-14 ડિસેમ્બરે નાગરિકોને નહિ મળી શકે

g clip-path="url(#clip0_868_265)">