AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સીએમ બે દિવસ વારાણસી-કાશીમાં, 13-14 ડિસેમ્બરે નાગરિકોને નહિ મળી શકે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવાર અને મંગળવારે ગાંધીનગરમાં લોકોને મળી શકશે નહીં તેની નોંધ લેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતના સીએમ બે દિવસ વારાણસી-કાશીમાં, 13-14 ડિસેમ્બરે નાગરિકોને નહિ મળી શકે
cm Bhupendra Patel (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:00 PM
Share

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)  યુપીમાં(UP) ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની વડાપ્રધાન  મોદીની (PM Modi)  અધ્યક્ષતામાં યોજાનારી પરિષદમાં સહભાગી થશે, જેના પગલે 13 -14 ડિસેમ્બરના બે દિવસો દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સામાન્ય નાગરિકો-પ્રજાજનોને સચિવાલયમાં મળી શકશે નહીં

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૧૩ ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે. જેના પગલે મુખ્યમંત્રી તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે ૧૩ અને ૧૪મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદ માં સહભાગી થવા જવાના છે.આ હેતુસર સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવાર અને મંગળવારે ગાંધીનગરમાં લોકોને મળી શકશે નહીં તેની નોંધ લેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૧૩મી ડિસેમ્બર, સોમવારના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર  મોદી દ્વારા “દિવ્ય કાશી-ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત શ્રી કાશી વિશ્વનાથ ધામનો લોકાર્પણ કરવામાં આવશે. કર્ણાવતી મહાનગરના તમામ ૪૮ વોર્ડમાં સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ ઉપસ્થિત રહીને કાર્યક્રમ નિહાળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 13થી 15 ડિસેમ્બર ઉત્તરપ્રદેશના પ્રવાસે જશે. દિવ્ય કાશી, ભવ્ય કાશી (Divya Kashi-Bhavya Kashi) અંતર્ગત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. ભાજપે પોતાના તમામ મુખ્યમંત્રીઓને પરિવાર સહિત આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીની (PM Narendra MODI) હાજરીમાં અનેક ભવ્ય કાર્યક્રમો યોજાશે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપનું (BJP) આ શક્તિ પ્રદર્શન બની રહેશે. કાર્યક્રમની વાત કરીએ તો 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામ પ્રોજેકટનું પીએમ મોદી (PM MODI) ઉદ્ઘાટન કરશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.NADDA) તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. બાદમાં વારાણસીમાં ગંગા આરતીમાં તમામ મુખ્યમંત્રીઓ સહપરિવાર ભાગ લેશે. અને અંતિમ દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં તમામ મુખ્યમંત્રીઓ શીશ ઝુકાવશે.

14 ડિસેમ્બરે વારાણસીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થશે. તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ 13 થી 15 ડિસેમ્બર સુધી વારાણસીમાં સાંસ્કૃતિક પ્રવાસ પણ કરશે.

આ પણ વાંચો : વડોદરાની SSG અને નરહરિ હોસ્પિટલને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી

આ પણ વાંચો :  ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવ દેહના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ દર્શન કર્યા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">