ગુજરાતના આણંદ ખાતે યોજાશે પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021
આ સમિટનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે કરાશે.ત્રણ દિવસના આ સેમિનારમાં ૧૫ જ્ઞાનસત્રોમાં ૧૦ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
ગુજરાતમાં(Gujarat) આણંદ(Anand) ખાતે પ્રિ-વાયબ્રન્ટ(Pre Vibrant) ગુજરાત સમિટ(Gujarat Summit) 2021નું આયોજન કરવામાં આવ્યું છે.આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૪થી ૧૬ ડિસેમ્બર દરમિયાન ત્રિ દિવસીય સમિટ યોજાશે.સમિટનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે કરાશે.ત્રણ દિવસના આ સેમિનારમાં ૧૫ જ્ઞાનસત્રોમાં ૧૦ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાના ૯૦થી વધુ વક્તા પોતાના વ્યક્તવ્ય આપશે.જ્યારે ૧૬ ડિસેમ્બરે સમિટનો સમાપન સમારોહ યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સમાપન સમારોહમાં જોડાશે.એટલું જ નહીં અમુલ સંકુલમાં સરદાર પટેલ ઑડિટોરિયમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ, કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો : AHMEDABAD : પ્રોત્સાહક યોજના છતાં શહેરમાં કોરોના રસીકરણ ઓછું થતા AMCની ચિંતા વધી
આ પણ વાંચો : Surendranagar: ધોરણ 7ના બે વિદ્યાર્થીઓ બન્યા કરાટે ચેમ્પીયન, ઓલ ઈન્ડિયા કરાટે સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ