ગુજરાતમાં આપની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અપાશે, કેજરીવાલની જાહેરાત

ગુજરાતમાં આપની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અપાશે તેવી જાહેરાત ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરી હતી.

ગુજરાતમાં આપની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અપાશે, કેજરીવાલની જાહેરાત
Arvind Kejriwal
Chandrakant Kanoja

|

Aug 10, 2022 | 4:32 PM

ગુજરાતમાં(Gujarat)  આપની(Aap)  સરકાર બનશે તો મહિલાઓને(Women)  દર મહિને એક હજાર રૂપિયા અપાશે તેવી જાહેરાત ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  કરી હતી.ગુજરાતની મુલાકાત આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ટાઉન હૉલમાં જણાવ્યું હતું કે અમે લોકોની વચ્ચે જઈ તેમના મુદ્દા સમજી રહ્યા છીએ. જેમાં વીજળી, બેરોજગારી, વેપારીઓની સમસ્યા અંગે ગેરંટી આપી છે. પ્રીમ કોર્ટમાં રેવડી કલચર અંગે કેસ ચાલે છે. તેમજ સરકારી સ્કૂલ બંધ કરીને પ્રાઇવેટ સ્કૂલમાં ભાણાવવાનું કહે તો કેમનું થશે. સુપ્રીમ કોર્ટમાં અમે અમારો પક્ષ રાખીશું. જેમાં મિત્રોને 10 લાખ રૂપિયાની લોન માફ કરવી તે રેવડી કલ્ચર છે. તેમજ શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપવી તે સરકારની જવાબદારી છે.

આ દરમ્યાન અરવિંદ કેજરીવાલે આજે વધુ એક વાયદો કર્યો હતો. જેમાં ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને સ્ત્રી સન્માન રાશિ આપશે. તેમજ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સ્ત્રી સન્માન રાશિનો વાયદો કરવામાં આવ્યો છે. જેમાં આ અગાઉ પણ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણીલક્ષી જાહેરાતો કરી ચુક્યા છે

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati