CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ

મુખ્યપ્રધાન રૂપાણી શનિવારથી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે ઉઝબેકિસ્તાનમાં રૂપાણીના સ્વાગત માટે ગુજરાતી ભાષામાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે પ્રાદેશિક રોકાણ મંચ આંદિજાનમાં યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતના CM રૂપાણી ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરશે. CM રૂપાણીના ઉઝબેકિસ્તાનના પ્રવાસમાં તેમની સાથે 40 જેટલા ઉદ્યોગપતિઓ પણ સામેલ થવાના છે. તેમની સાથે 10 […]

CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 4:02 PM

મુખ્યપ્રધાન રૂપાણી શનિવારથી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે ઉઝબેકિસ્તાનમાં રૂપાણીના સ્વાગત માટે ગુજરાતી ભાષામાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે પ્રાદેશિક રોકાણ મંચ આંદિજાનમાં યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતના CM રૂપાણી ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરશે. CM રૂપાણીના ઉઝબેકિસ્તાનના પ્રવાસમાં તેમની સાથે 40 જેટલા ઉદ્યોગપતિઓ પણ સામેલ થવાના છે. તેમની સાથે 10 અધિકારી સાથે જશે. પોતાના પ્રવાસ દરમિયાન 23 ઓક્ટોબરના વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચોઃ દિવાળીમાં સાવધાન…ભેળસેળિયા માવાની મીઠાઈ બની શકે છે તમારા માટે મુસીબત

જેમાં ઉર્જા સહિતના મુદ્દા ઉપરાંત વેપાર ઉદ્યોગને લઈ બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે. ગુજરાતના ઘણાં ઉદ્યોગકારોએ પણ ઉઝબેકિસ્તાનમાં મૂડીરોકણ માટે રસ દાખવ્યો છે. ત્યારે હાલ મુખ્યપ્રધાનના વિદેશ પ્રવાસને લઈ તમામ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉઝબેકિસ્તાનમાં પણ હવે શેરીઓના નામ સરદાર પટેલ પર હશે. આ ઉપરાંત શેરીમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રતિમાનું અનાવરણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે. તો અહીં અનેક MOU થાય તેવી પણ શક્યતા છે. કેમ કે, 40 બિઝનેસમેન અને 10 અધિકારી સાથે જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સીએમ રૂપાણીના કાર્યક્રમની વાત કરીએ તો ઓક્ટોબરે તેઓ સમરકંદના ગવર્નર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ ઉદ્યોગપતિઓ, વેપારીઓ સાથે ચર્ચા કરશે અને સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં ઈન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત લેશે. તેઓ 21મી ઓક્ટોબરે બુખારાના ગવર્નર સાથે બેઠક કરશે. ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત બી-ટુ-બી મીટિંગમાં હાજરી આપશે. તો બુખારાના ઐતિહાસિક કેન્દ્રમાં ટુરિઝમ પ્રોજેક્ટ, ટુરિઝમ ઝોન અને ટુરિઝમ ઇકોસિસ્ટમની પણ મુલાકાત લેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

22 ઓક્ટોબરે તેઓ તાશ્કંદની મુલાકાતે જશે. જ્યાં પૂર્વ વડાપ્રધાન સ્વ.લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલમાં પુષ્પાંજલિ અર્પણ કરશે અને મ્યુઝિયમની મુલાકાત કરશે. ત્યારબાદ શાસ્ત્રી સ્કુલની મુલાકાત લઇને બાળકો સાથે સંવાદ કરશે. વિજય રૂપાણી તાશ્કંદના મેયર સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજશે અને બી-ટુ-બી બેઠકમાં ઉપસ્થિત રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે ઉઝબેકિસ્તાનમાં આયોજીત મહાત્મા ગાંધી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. તાશ્કંદની AMITY યુનિવર્સિટી કેમ્પસની મુલાકાતે લેશે. તેઓ તાશ્કંદ-ઉઝબેકિસ્તાનમાં વસવાટ કરી રહેલા ગુજરાતી સમુદાય સાથે બેઠક કરશે. રાત્રી ભોજનમાં પણ સામેલ થશે, અને ગુજરાતના વિકાસની ચર્ચા કરશે.

ઉઝબેકિસ્તાન પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 23 ઓક્ટોબરે તેઓ ત્યાના રાષ્ટ્રપ્રમુખ શૌકત મીરઝી યોવેવ સાથે બેઠક યોજાશે અને બપોર બાદ ગુજરાત પરત આવશે. આ પાંચ દિવસના પ્રવાસમાં કૃષિ અંગે નવી ટેક્નોલોજી, ફાર્માસ્યુટીકલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ગોલ્ડ, ઓઇલ એન્ડ ગેસ જેવા ક્ષેત્રોમાં વ્યવસાયિક ગઠજોડ અને સાંસ્કૃતિક ગઠજોડ અંગે પરસ્પર સહમતિ સાધી શકે છે. જેનો ફાયદો ગુજરાતમાં પણ વ્યવસાયિક ક્ષેત્રે થવાની સંભાવના વધશે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">