VIDEO: સુરતમાં ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં પોલીસે ત્રણ શાર્પ શૂટરોની કરી ધરપકડ

નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ત્રણ શાર્પશુટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે મોડી સાંજે યુપીનાં 2 અને રાજસ્થાનના 1 શાર્પશુટરોને ઝડપી લીધા છે. શાર્પ શુટરોને કોણે સોપારી આપી હતી, કેટલામાં તેનો સોદો થયો હતો તેની હાલમાં તપાસ ચાલુ છે. મહત્વનું છે કે નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા […]

VIDEO: સુરતમાં ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં પોલીસે ત્રણ શાર્પ શૂટરોની કરી ધરપકડ
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 8:31 AM

નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ત્રણ શાર્પશુટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે મોડી સાંજે યુપીનાં 2 અને રાજસ્થાનના 1 શાર્પશુટરોને ઝડપી લીધા છે. શાર્પ શુટરોને કોણે સોપારી આપી હતી, કેટલામાં તેનો સોદો થયો હતો તેની હાલમાં તપાસ ચાલુ છે. મહત્વનું છે કે નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું 22મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું.

આ પણ વાંચો: VIDEO: ગાંધીનગરમાં એક જ્વેલર્સમાં લૂંટના ઇરાદે ગ્રાહક બનીને આવેલા ત્રણ શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉકેલ માટે રેંજ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુરૂવારે હત્યાનાં 15માં દિવસે આ કેસનાં ત્રણ જેટલા શાર્પ શુટરોની અટક કરવામાં પોલીસને સફળતા મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે આ કેસમાં બદ્રી લેસવાળા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. થોડા સમય પહેલા વસીમ બિલ્લા દ્વારા તેના પર હુમલો કરવામાં કરવામાં આવ્યો હતો. જેને લઈને તેને સુરતમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો અને આ ઝઘડાની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પરંતુ પોલીસ તપાસમાં બદ્રી લેસવાળાનું નામ સીધુ નહીં પણ આડકતરી રીતે આવતા આગામી દિવસમાં તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">