AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાદ્ય તેલના ભડકે બાળતા ભાવ, ફરી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રુ. 30નો વધારો

સતત બીજા દિવસે સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારો થયો છે. મગફળીનું પીલાણ પણ ઘટી ગયું છે. સૌરાષ્ટ્રની મિલોમાં અગાઉ દૈનિક 3 લાખ બોરીનું પીલાણ થતું હતું તેના બદલે હવે માત્ર 50 હજાર બોરીનું જ પિલાણ થાય છે.

ખાદ્ય તેલના ભડકે બાળતા ભાવ, ફરી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રુ. 30નો વધારો
Peanut oil and cottonseed oil prices rise by Rs 30 (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:05 AM
Share

મોંઘવારીથી પીસાતી પ્રજાને આજે વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. ખાદ્યતેલના (Edible oil)સતત વધી રહેલા ભાવ લોકોને ભડકે બાળી રહ્યા છે. એક જ દિવસમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil) ડબ્બે 30 રૂપિયાનો વધારો થયા છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયુ છે. સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે..જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. ઈંધણની સાથે ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધ્યો છે.. આ સાથે જ સીંગતેલનો ડબ્બો 2 હજાર 630 રૂપિયે મળતો થયો છે અને કપાસિયા તેલનો ડબ્બો 2 હજાર 580 રૂપિયે મળતો થયો છે. મગફળીની સિઝન પૂરી થતા હવે આવક પણ ઘટી રહી છે. કાચો માલ ન મળતાં માર્કેટમાં કૃત્રિમ તેજી ઊભી થઇ છે. જેના કારણે ખાદ્યતેલ ફરી મોંઘાં બન્યાં છે.

સતત બીજા દિવસે સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારો થયો છે. સિંગતેલમાં 30 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 2 હજાર 630 થયો છે. મગફળીનું પીલાણ પણ ઘટી ગયું છે. સૌરાષ્ટ્રની મિલોમાં અગાઉ દૈનિક 3 લાખ બોરીનું પીલાણ થતું હતું તેના બદલે હવે માત્ર 50 હજાર બોરીનું જ પિલાણ થાય છે. બીજીતરફ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને 2 હજાર 580 રૂપિયા થયો છે..

રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

હજુ પણ ભાવ વધારાની શક્યતા

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

આ પણ વાંચો-

ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">