High Alert : શામળાજી મંદિરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો

|

Jun 12, 2022 | 1:07 PM

અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાતને હાઇ એલર્ટ (High Alert in Gujarat)પર મૂકવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત મંદિર શામળાજી (Shamlaji) તેમજ દ્વારકા મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે.

High Alert : શામળાજી મંદિરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો

Follow us on

આંતકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાતને હાઇ એલર્ટ (High Alert in Gujarat) પર મૂકવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત મંદિર શામળાજી   (Shamlaji)   તેમજ દ્વારકા મંદિર ખાતે પણ  સુરક્ષા વધારવામાં આવી છે. મંદિરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મોડાસાના DySP, ભરત બશીયાએ જણાવ્યું હતું કે આતંકવાદી સગઠનની ધમકીને પગલે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શામળાજી મંદિરની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાનગી સિક્યુરિટીને પણ મંદિરની સુરક્ષા માટે ગોઠવવામાં આવી છે. સાથે જ અરવલ્લી જિલ્લાને સ્પર્શતી તમામ આંતરરાજ્ય સરહદ ઉપરની ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. તો મંદિરના મેનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે મંદિરમાં વધારાના સુરક્ષા જવાનો  તૈનાત કરવામાં આવ્યા છે.  મંદિરમાં આવતા દર્શનાર્થીઓના ચેકિંગ બાદ જ  મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

નોંધનીય છે કે આતંકવાદી સંગઠનની મળેલી ધમકીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જગત મંદિરની (Dwarka Temple) સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લો કે જે ત્રણ તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોવાથી જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવ્યુ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય ત્યારે સુરક્ષાની (Safety) દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબજ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Next Article