સાબરકાંઠા: હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
સોમવારે બપોર બાદના અરસા દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ એકાએક જ તૂટી પડવાને લઈ હિંમતનગર અને ગાંભોઈ વિસ્તારના અનેક માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
સાબરકાંઠા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોમવારે બપોર બાદના અરસા દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ એકાએક જ તૂટી પડવાને લઈ હિંમતનગર અને ગાંભોઈ વિસ્તારના અનેક માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
નેશનલ હાઈવેના સર્વિસ રોડ અને ભિલોડા ગાંભોઈ સ્ટેટ હાઈવે માર્ગ પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે ખેડૂતો અને સ્થાનિકોની અપેક્ષાનુસાર વરસાદ વરસવાને લઈ સ્થાનિકોમાં રાહત સર્જાઈ હતી.
આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
Published on: Jul 15, 2024 03:59 PM

