AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરિદ્વાર અને ઋષિકેશ તરફ ગુજરાતીઓની દોટ, દર મહીને સ્વાસ્થ્ય અને યોગા માટે આટલા લોકો જાય છે ઉત્તરાખંડ

સુખાકારી જીવન અને મનની શાંતિ માટે હવે લોકો પ્રકૃતિ તરફ ભાગ્યા છે. આ જ રીતે ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં ઉત્તરાખંડ ફરવા, યોગ અને આયુર્વેદ માટે જવા લાગ્યા છે.

હરિદ્વાર અને ઋષિકેશ તરફ ગુજરાતીઓની દોટ, દર મહીને સ્વાસ્થ્ય અને યોગા માટે આટલા લોકો જાય છે ઉત્તરાખંડ
Gujaratis go to Haridwar and Rishikesh every month for yoga ayurvedic treatment under Tourism wellness program
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 5:22 PM
Share

ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. અને ફરવા તેમજ આધ્યાત્મિક રીતે ઉત્તરાખંડ ઉત્તમ જગ્યા છે. આ બંને વાતને સંબંધ એ છે કે દર મહીને ગુજરાતમાંથી લગભગ 8 થી 10 હજાર લોકો વેલનેસ ટુરિઝમના ભાગ રૂપે ઉત્તરાખંડ જાય છે. અને આ લોકો પોતાનું આરોગ્ય સુધારવા, શરીરની ચરબી દુર કરવા અને સ્વસ્થ રહેવાના લક્ષ સાથે હરિદ્વાર તેમજ ઋષિકેશની યાત્રા પર જતા હોય છે. આ યાત્રામાં તેઓ ત્યાં 15-30 દિવસ રોકાતા હોય છે. તેમજ યોગા સહીત આયુર્વેદનો લાભ પણ લેતા હોય છે.

તમને જણાવી દઈએ કે હિંદુઓ માટે ચાર ધામની યાત્રા ખુબ મહત્વની માનવામાં આવે છે. સાથે જ એડવેન્ચર અને ફરવા અર્થે દેશમાંથી ખુબ લોકો ઉત્તરાખંડ જતા હોય છે. આ બાબતે તાજેતરમાં અમદાવાદમાં ટુરિઝમ ફેરમાં વાત કરવામાં આવી. જેમાં ઉત્તરાખંડ ટુરિઝમના અધિકારી કમલ કિશોર જોશીએ કોરોના લોકડાઉન અને લોકડાઉન બાદની સ્થિતિ વિશે પણ વાત કરી.

તેમણે કહ્યું કે કોરોના સમયમાં ઉત્તરાખંડમાં ટુરિઝમ ઉદ્યોગ ભાંગી પડ્યો હતો. પરંતુ લોકડાઉન બાદ તે ધીમે ધીમે વધ્યો છે. તેમજ હવે યાત્રાળુઓની સંખ્યા વધતા કેટલાક પ્રતિબંધ પણ લગાવવા પડ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતીઓ હરિદ્વાર, ઋષિકેશ અને ચારધામની યાત્રાએ આવે છે. તેમેજ એડવેન્ચર માટે પણ લોકો આવે છે. સહેલાણીઓ મસૂરી, નૈનિતાલ, પિથોરાગઢ, ચંપાવત સહિત અન્ય સ્થળોએ ફરે છે અને હિમવર્ષાના આનંદ સાથે કુદરતને માણે છે.

ગાંધીઆશ્રમ કનેક્શન

ઉત્તરાખંડ ટુરિઝમના અધિકારીએ ગુજરાત અને ઉત્તરાખંડના ઐતિહાસિક સંબંધ વિશે વાત કરી હતી. તેમણે આ વાતમાં ઉત્તરાખંડના કૌસાનીમાં આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનાશક્તિ આશ્રમનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં ગુજરાતના ગાંધીવાદીઓ કૌસાની આશ્રમની મુલાકાત લેતા હોય છે.

મોટી સંખ્યામાં ગુજરાતીઓ આવે છે

તમણે એમ પણ કહ્યું કે એડવેન્ચર, રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ સહિત અન્ય ટુરિઝમ લોકોને આકર્ષી રહ્યા છે. ઉપરાંત નૈનિતાલમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન જિમ કાર્બેટની મુલાકાતે મોટી સંખ્યામાં ગુજરાતીઓ આવે છે.

મનની શાંતિ માટે જતા સહેલાણીઓ

તેમના જણાવ્યા અનુસાર મનની શાંતિ અને વેલનેસ માટે યોગા, તેમજ એડવેન્ચર, પેરાગ્લાઈન્ડિંગ, સાયક્લિંગ માટે ગુજરાત અને અન્ય પ્રદેશથી મોટી સંખ્યામાં લોકો ઉત્તરાખંડ આવે છે. આ માટે તેમની પહેલી પસંદ રાજ્યના હરસિલ, ખિરસૂ, ચકરાતા, ચૌકોડી, મુનસ્યારી, બિનસર જેવા સ્થળો રહે છે.

આ પણ વાંચો: Monsoon: ક્યાંક ધોધમાર તો ક્યાંક હજુ આશ, જાણો અત્યાર સુધી ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચો: Monsoon: ક્યાંક ધોધમાર તો ક્યાંક હજુ આશ, જાણો અત્યાર સુધી ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">