Monsoon: ક્યાંક ધોધમાર તો ક્યાંક હજુ આશ, જાણો અત્યાર સુધી ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 4:46 PM

ગુજરાતમાં થોડા દિવસોથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. ભાદરવામાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળ્યો છે. ચાલો જાણીએ ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં (Gujarat Rain) પાછલા 10 દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. ભાદરવો મહિનો વરસાદને લઈને રાજ્યમાં સારો વિસ્ત્યો વીત્યો છે. તો ક્યાંક અતિવૃષ્ટિ પણ જોવા મળી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 82.41 ટકા વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં કેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો છે. અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ હજુ બાકી છે.

વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 92.75 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં માત્ર 66.53 ટકા જ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ 33 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 82.41 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં હવે માત્ર 17.60 ટકા વરસાદની ઘટ છે. મધ્ય ગુજરાતમાં પણ 73.92 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છમાં જોવા જઈએ તો ત્યાં 87.63 ટકા વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો. હવામાન ખાતાએ હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેને જોતા ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદની ઘટ આગામી સયમમાં પૂર્ણ થાય તેવી આશા છે.

તો તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની (Rain) હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જેમાં રવિવાર અને સોમવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: Vadodara: સ્વામિનારાયણ સોખડા હરિધામમાં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: Gandhinagar: NFSU ખાતે સ્કૂલ ઓફ લૉનું ઉદ્ઘાટન, કિરણ રિજિજુએ PM મોદી CM હતા એને લઈને કહી આ વાત

g clip-path="url(#clip0_868_265)">