VIDEO: કોલેજો બંધ હતી છતાં પણ ટ્રાન્સપોર્ટેશન ફી? GTU અંતર્ગત કેટલીક ટેક્નિકલ કોલેજોએ ટ્રાન્સપોર્ટશન અને હોસ્ટેલ ફીની કરી માગ
કોરોનાકાળમાં કોલેજો બંધ હતી છતાં ય ટ્રાન્સપોર્ટેશન ફી માગવામાં આવે તો આશ્ચર્ય થાય. GTU અંતર્ગત કેટલીક ટેક્નિકલ કોલેજોએ કંઈક આવું જ કર્યુ છે. આ કોલેજોના વાલીઓ પાસે ટ્રાન્સપોર્ટશન તેમજ હોસ્ટેલ ફી માંગવામાં આવી રહી છે. જેની સામે યુથ કોંગ્રેસ અને NSUIએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે જો હજુ પગલાં નહિ લેવાય તો NSUI […]

કોરોનાકાળમાં કોલેજો બંધ હતી છતાં ય ટ્રાન્સપોર્ટેશન ફી માગવામાં આવે તો આશ્ચર્ય થાય. GTU અંતર્ગત કેટલીક ટેક્નિકલ કોલેજોએ કંઈક આવું જ કર્યુ છે. આ કોલેજોના વાલીઓ પાસે ટ્રાન્સપોર્ટશન તેમજ હોસ્ટેલ ફી માંગવામાં આવી રહી છે. જેની સામે યુથ કોંગ્રેસ અને NSUIએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે જો હજુ પગલાં નહિ લેવાય તો NSUI અને યુથ કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.
આ તરફ કુલપતિ આવી કોઈ ફરિયાદની રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે GTU અને AICTU દ્વારા પરિપત્ર કરી તમામ કોલેજોને વધારીની ફી નહીં લેવા અંગે જાણ કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈ કોલેજ એક્સ્ટ્રા એક્ટિવિટીની ફી લેતી હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
