Gujarati Video : વલસાડના પારનેરા ગામમા વ્યાજખોરી કરતી મહિલા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, Videoમા જોવા મળ્યા પઠાણી ઉધરાણીના દ્રશ્યો
વલસાડના પારનેરામા વધુ એક વ્યાજ ખોરના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પારનેરામાં રહેતી વ્યાજ ખોર મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા ચલાવવામા આવી રેહલી વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે મહિલા વ્યાજખોરો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. વલસાડના પારનેરામા વધુ એક વ્યાજ ખોરના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પારનેરામાં રહેતી વ્યાજ ખોર મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ મહિલા વેપારીઓ તેમજ વ્યાજે લીધેલ લોકોને રુપિયા પરત આપવા માટે વારંવાર પઠાણી ઉધરાણી કરતી હતી અને ધાકધમકી આપતી હતી. વ્યાજખોર મહિલા વેપારીને 13 લાખ રુપિયા આપીને 5.64 લાખ વ્યાજ વસૂલ કર્યુ હતું છતા પણ રુપિયાની માગણી કરતી હતી. મહિલા વ્યાજખોરે વેપારીના પરિવારજનોને માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે વેપારીએ પોતાનું ઘર છોડવા મજબૂર બન્યો હતો.
આ અગાઉ પણ અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અંબાજી ખાતે રહેતા ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી. મહિલા વ્યાજખોરે ભરત વણઝારાને માસિક પાંચ ટકાના ઊંચા વ્યાજ દરે નાણા ધીર્યા હતા. જેમાં 2 લાખની સામે 1.77 લાખ વસૂલ કર્યા હતાં. છતા પણ તે પીડિત પાસે ચેક રિટર્ન કરવાની ધમકી આપતી હતી.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
