Gujarat Top News: રાજ્યમાં રાજકીય હલચલ, વેક્સિનેશન કે પછી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ સહિતના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પાંચ વર્ષ પુરા થવાના પ્રસંગે થઈ રહેલી ઉજવણીમાં આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત સતત ચોથા દિવસે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત છે.

1. રાજ્યમાં પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપવાનો સરકારનો દાવો, કોંગ્રેસે કહ્યું તમામ દાવા પોકળ
CM રૂપાણીએ શુક્રવારે રોજગાર દિવસની ઉજવણી દરમિયાન જાહેરાત કરી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. જો કે વિપક્ષ કોંગ્રેસે સરકારના આ દાવાને પોકળ ગણાવ્યા છે. તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં 80 લાખ યુવાનો બેરોજગાર છે.
આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપવાનો સરકારનો દાવો, કોંગ્રેસે કહ્યું દાવા પોકળ
2. રાજ્યમાં શુકવારે રેકોર્ડ બ્રેક રસીકરણ, 5 લાખ 93 હજાર લોકોને અપાઈ રસી
રાજ્યમાં સતત બીજા દિવસે શુક્રવારે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે અને એક જ દિવસમાં 5 લાખ 93 હજાર લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.55 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.
આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં શુકવારે રેકોર્ડ બ્રેક રસીકરણ, 5 લાખ 93 હજાર લોકોને રસી અપાઈ
3. ચાર મહિના બાદ આજથી શરૂ થશે તેજસ એક્સપ્રેસ
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને જાહેરાત કરી છે કે આજથી અમદાવાદ-મુંબઈ અને લખનૌ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.
આ સમાચાર વિગતવાર વાંચો: Tejas Express: ચાર મહિના પછી આજથી પાટા પર ચઢશે તેજસ એક્સપ્રેસ, જાણો સપ્તાહમાં કયા દિવસે દોડશે ટ્રેન
4. અમદાવાદમાં 200 વર્ષ જુના વિક્ટોરિયા ગાર્ડનને રીડેવલપ કરીને હેરીટેઝ લુક અપાશે
અમદાવાદમાં આવેલા 200 વર્ષ જુના એવા વિક્ટોરિયા ગાર્ડનને હેરિટેજ લુક આપી રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં યુ. એન. એમ. ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપ દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે રી ડેવલોપ કરવામાં આવ્યો છે. આ ગાર્ડનને અદ્યતન સુવિધા સાથેનો હેરીટેજ લુક આપવામાં આવશે.
આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : 200 વર્ષ જુના વિક્ટોરિયા ગાર્ડનને રીડેવલપ કરાશે, હેરીટેઝ લુક અપાશે
5. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત
ગુજરાતમાં સતત ચાર દિવસથી ચાલી રહેલી ડોકટરોની હડતાળ આક્રમક બની રહી છે. ડોકટરોએ તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ પર રહેવાની ચીમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં 400થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે.
આ સમાચાર વિગતવાર વાંચો: Surat: રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત, કહ્યું માંગણીઓ સ્વીકારાશે તો જ હડતાળ સમેટાશે
6. કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો, ધારાસભ્યનું નામ ભુલાયું
કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો સામે આવ્યો છે. સરકારના કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ ભુલાયું છે. નિમંત્રણ પત્રિકામાં MLA અક્ષય પટેલનું નામ ગાયબ છે. 8મી ઓગસ્ટે કરજણમાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ હાજરી આપશે. ત્યારે ધારાસભ્યનું નામ કપાતા શહેરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આ સમાચાર વિગતવાર વાંચો: vadodara : કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો, ધારાસભ્યનું નામ ભુલાયું
7. રાજકોટમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પર સરકારનું કડક વલણ
રાજ્યમાં સતત ચાર દિવસથી ચાલી રહેલી ડોકટરોની હડતાળ આક્રમક બની રહી છે. જેમાં રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા સરકારે નોટિસ આપી છે. જેમાં રાજકોટમાં રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાળ પર છે. જેમાં રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે સતત ત્રીજા દિવસે ડોક્ટરોના ધરણા ચાલુ છે. તેમજ જો માંગણી નહીં સંતોષાય તો આગામી સોમવારથી આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી આપી હતી.
આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પર સરકારનું કડક વલણ, ડોકટરો આક્રમક મૂડમાં
8. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આઠ બેઠકો પર ભાજપનો વિજય
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં તમામ આઠ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. ઈતિહાસમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. ચૂંટણીમાં અગાઉ ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે બાકીની આઠ બેઠકો માટે નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી.
આ સમાચાર વિગતવાર વાંચો: Vadodara નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આઠ બેઠકો પર ભાજપનો વિજય
9. જામનગરમાં તબીબો શનિવારે કાળો દિવસ મનાવશે
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરોની હડતાળ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. જો કે તેના વિરોધમાં શનિવારે જામનગરમાં બોન્ડેડ તબીબો કાળો દિવસ મનાવશે.
આ સમાચાર વિગતવાર વાંચો: jamnagar : બોન્ડેડ તબીબોની હડતાળ સામે સરકારની કડક કાર્યવાહી, તબીબો શનિવારે કાળો દિવસ મનાવશે
10. ભાવનગરની પીવાની પાણી સમસ્યા દૂર થઈ, નર્મદાના નીરથી ભરાશે બોર તળાવ
ગુજરાતના ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થશે. જેમાં હવે નર્મદાના નીરને બોર તળાવમાં ઠાલવવાની યોજના કાર્યરત થઈ ચૂકી છે. જેના પગલે ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે. જેમાં 146 કરોડના ખર્ચે સૌની યોજના અંતર્ગત પાઈપ લાઈનના માધ્યમથી નર્મદાના નીર લાવવામાં આવ્યા છે.
આ સમાચાર વિગતવાર વાંચો: ખુશ ખબર : ભાવનગરની પીવાની પાણી સમસ્યા દૂર થઈ, નર્મદાના નીરથી ભરાશે બોર તળાવ