Gujarat Top News: રાજ્યમાં વરસાદ, શિક્ષણ કે રાજકીય હલચલ અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

|

Sep 02, 2021 | 5:12 PM

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ, ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં વરસાદ, શિક્ષણ કે રાજકીય હલચલ અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1.રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વરસાદની આગાહીના પગલે રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ રિએન્ટ્રી કરી છે. ત્યારે આજે રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આણંદ, ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : આજે કયાં પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગની આગાહી શું છે ? કયા ડેમ થયા ઓવરફલો ? વાંચો આ અહેવાલ

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

2.સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ, 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 173 મી.મી. એટલે કે 7 ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 166 મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 163 મી.મી.વરસાદ નોંધાયો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ, 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ

 

3.જામનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

જામનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં બેથી ચાર ઈંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે જોડીયા પંથકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Jamnagar : જિલ્લામાં લાંબા વિરામ બાદ બેથી ચાર ઈંચ વરસાદ નોંધાયો, જોડીયા પંથકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો

 

4. કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, 1200 હેક્ટરમાં વાવેતર થયું

રાજ્યના 25 જીલ્લાઓમાં 1200 જેટલા હેક્ટર વિસ્તારમાં કમલમ ફ્રૂટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરાનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તમને જણાવી દઈએ કે કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ રૂ.1.25 લાખની સહાય આપવામાં આવે છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, 1200 હેક્ટરમાં વાવેતર થયું

 

5. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ ત્રણ તબીબોએ આપ્યુ રાજીનામુ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના રાજીનામાં બાદ વધુ ત્રણ તબીબોએ રાજીનામુ આપ્યુ છે. મળતી માહિતી અનુસાર અંગત કારણોસર તબીબોએ રાજીનામુ આપ્યુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ ત્રણ તબીબોએ આપ્યુ રાજીનામુ

 

6. અમદાવાદમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો sop સાથે શરૂ કરવામાં આવ્યા

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન અને SOP સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં શાળાઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે જ વિદ્યાર્થીઓનું હેન્ડ ગનથી ટેમ્પરેચર તપાસી અને હેન્ડ સેનેટાઈઝ કરી પ્રવેશ આપવાનો રહેશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:   Ahmedabad : આજથી ધોરણ 6 થી 8ના વર્ગો sop સાથે શરૂ થયા, ઓનલાઇન સાથે ઓફલાઈન શિક્ષણ અપાશે

 

7. કેવડિયામાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક, રાજનાથસિંહ અને CM રૂપાણીએ બેઠકનો પ્રારંભ કરાવ્યો

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં યોજાઈ હતી. આ બેઠકનો રાજનાથસિંહ અને CM રૂપાણી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Narmada : કેવડિયામાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક શરૂ,સીએમ રૂપાણીએ બેઠકનો પ્રારંભ કરાવ્યો

 

8. ભારતમાં આતંકવાદ નથી તે પીએમ મોદીને આભારી: રાજનાથસિંહ

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક અન્વયે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે ભારતમાં આતંકવાદ નથી તે પીએમ મોદીને આભારી.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Narmada : વિપક્ષ ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે, ભારતમાં આતંકવાદ નથી તે પીએમ મોદીને આભારી : રાજનાથસિંહ

 

9. સુરતીઓએ આખરે કોરોનાને આપી મ્હાત, એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

સુરતમાં કોરોના સંક્રમણ સતત ઘટતુ જોવા મળી રહ્યુ છે, બુધવારે સુરત શહેરમાં કોરોનાનો એક જ કેસ સામે આવ્યો છે અને હાલમાં કોરોનાનો એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, ત્યારે હાલ સુરતવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:   Surat Corona Update: સુરતીઓએ આખરે કોરોનાને આપી માત, હવે એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

 

10. અમદાવાદમાં નવી પાર્કિગ પોલિસીની દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂરી માટે રજુ

આ નવી પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં સ્પષ્ટતા છે કે નવી કાર ખરીદવા માટે ખરીદદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:   Ahmedabad : કાર પાર્કિંગનો પુરાવો હશે તો જ કાર ખરીદી શકાશે, નવી પાર્કિગ પોલિસીની દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂરી માટે રજુ કરાઇ

 

Next Article