Jamnagar : જિલ્લામાં લાંબા વિરામ બાદ બેથી ચાર ઈંચ વરસાદ નોંધાયો, જોડીયા પંથકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો

જોડીયા તાલુકામાં દિવસભર વિરામ બાદ બપોર બાદના સમયમાં સારો વરસાદ થયો હતો. જેમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તો દિવસભરમાં કુલ ચાર ઈંચ વરસાદ જોડીયામાં નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:23 AM

Jamnagar : સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ઓગષ્ટ માસમાં વરસાદ ના થતા દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઈ હતી. ત્યારે લાંબા વિરામ બાદ મેઘરાજા મેહરબાર થતા ખેડુતો અને માલધારીઓમાં ખુશી છવાઈ છે. જામનગર જીલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ થયો છે. બુધવારના દિવસભર ધીમીધારે છુટછવાયો વરસાદ જીલ્લાભરમાં પડયો હતો.

જિલ્લામાં કયાં-કેટલો પડયો વરસાદ ?

વરસાદના આંકડા પર નજર કરીએ તો જામનગર તાલુકામાં 53 એમએમ, કાલાવડ તાલુકામાં 63 એમએમ, જામજોધપુર તાલુકામાં 48 એમએમ, લાલપુર તાલુકામાં 74 એમએમ, જોડીયા તાલુકામાં 102 એમએમ અને ધ્રોલ તાલુકામાં 55 એમએમ વરસાદ છેલ્લા 24 કલાકનો નોંધાયો છે.

જોડીયામાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

જોડીયા તાલુકામાં દિવસભર વિરામ બાદ બપોર બાદના સમયમાં સારો વરસાદ થયો હતો. જેમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તો દિવસભરમાં કુલ ચાર ઈંચ વરસાદ જોડીયામાં નોંધાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ભારે ઉકરાળ અને ગરમીનો સામનો કરતો સ્થાનિકો વરસાદી માહોલ થતા ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો.

જિલ્લામાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો

બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જીલ્લામાં બેથી ચાર ઈંચ વરસાદ થયો છે. વરસાદનો વધુ એક રાઉન્ડ થતા ખેડુતોમાં ફરી એક આશ જાગી છે. બીજી તરફ વરસાદ ખેંચાતા પશુઓને ઘાસચારા માટે માલધારીઓ ચિંતિત થયા હતા. તે વરસાદ થતા ચિંતા દુર થઈ છે. સતત બીજા દિવસે પણ છુંટોછવાયો ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે. ડેમમાં નવાનીરની આવક શરૂ થઈ છે.

વરસાદમાં બે અકસ્માત પણ સર્જાયા

વરસાદની સાથે બે અકસ્માત થયા જીલ્લામાં થયા હતા. જેમાં જોડીયા તાલુકામાં હાડાટોડા ગામમાં વિજળી પડતા એક ભેંસનુ મોત થયુ હતુ. તો જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં તલાટીની કોઝ-વે પર ફસાઈ હતી. બેડી-આંબરડીથી ધ્રાફા તરફ જતી વખતે નંદાણા નજીક કોઝ-વે પર તલાટી રૂપેશ સુથારની કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. જેની જાણ થતા ગ્રામજનોએ મદદે દોડી આવ્યા હતા. અને લોકોએ દોરડાની મદદથી તલાટીને સુરક્ષિત બહાર કાઢયા હતા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">