Gujarat : આજે કયાં પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગની આગાહી શું છે ? કયા ડેમ થયા ઓવરફલો ? વાંચો આ અહેવાલ

આજે રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની આશા છે. આજે આણંદ, ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

Gujarat : આજે કયાં પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગની આગાહી શું છે ? કયા ડેમ થયા ઓવરફલો ? વાંચો આ અહેવાલ
Gandhinagar: Universal rainfall in Saurashtra-Kutch, more than 4 inches of rainfall in 12 talukas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 7:01 AM

Gujarat :હવામાન વિભાગની આગાહી શું છે ? આજે કયાં પડશે વરસાદ ?

વરસાદની આગાહીના પગલે રાજ્યમાં બે દીવસથી મેઘરાજાએ રિએન્ટ્રી કરી છે. એવામાં આજે રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની આશા છે. આજે આણંદ, ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, પાટણ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે.

નર્મદા ડેમમાં આવ્યા નવા નીર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 30 સેન્ટિમીટરનો નોંધપાત્ર વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક થતા જળસપાટી 116.73 મીટરે પહોંચી છે. મહત્વપૂર્ણ છે કે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 23 હજાર 135 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો જળસ્તર જાળવી રાખવા ડેમમાંથી 8 હજાર 893 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.હાલ નર્મદા ડેમમાં 4 હજાર 450 મિલિયન ક્યુબિક પાણીનો સંગ્રહ છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આજી-2 ડેમ 90 ટકા ભરાયો ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં રાજકોટના આજી-૨ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ. અત્યાર સુધીમાં આજી-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે. જેથી કોઈ પણ સમયે આજી-૨ ડેમના દરવાજા ખુલી શકે છે. ત્યારે ડેમની નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી સુચન કરવામાં આવ્યું છે.

રાજુલાનો ધાતરવડી-1 ડેમ ઓવરફલો અમરેલી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેથી રાજુલાનો ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાથી આસપાસના 15 જેટલા ગામડાના ખેડૂતોને સીધો ફાયદો થશે.

કચ્છમાં ખાબકયો વરસાદ કચ્છ જિલ્લામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. મુંદ્રામાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ભુજમાં પણ 2 કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભચાઉ, માંડવી સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર પંથકમાં વરસાદ જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં દિવસભરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ તો કાલાવડમાં અને જામજોધપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો જામનગર શહેરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">