Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો, ગુજરાતના તમામ મહત્વના સમાચાર

Gujarat Brief News : જાણો, રાજ્યમાં ક્યા શહેરમાં દુધમાં થયેલ ભાવ વધારાનો નોંધાયો વિરોધ, ક્યા શહેરમાં પડી રેડ, ધર્માંતરણ કેસમાં ક્યા પહોંચી તપાસ, જાણો તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 04, 2021 | 4:50 PM

1.સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર આમ આદમી પાર્ટીએ પાડી રેડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર આમ આદમી પાર્ટીએ પાડી રેડ પાડી. AAPના વોર્ડ 4ના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ સ્થાનિકોને સાથે રાખી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યા હતા. જે બાદ બુટલેગરને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.

2.માતૃભાષામાં અભ્યાસ બાબતે ગુજરાતનો ટોપ ટેનમાં સમાવેશ

આજકાલ બાળકોને માતૃભાષા કરતા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે એક સર્વમાં તારણ સામે આવ્યું છે કે, ગુજરાતના 82.60 % વિદ્યાર્થીઓનું માધ્યમ ગુજરાતી છે. અને દેશમાં સૌથી વધુ માતૃભાષામાં અભ્યાસ કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાતે સાતમો ક્રમ મેળવ્યો છે.

3.UP ધર્માંતરણ કેસમાં તપાસનો ધમધમાટ પહોંચ્યો ગુજરાત

ધર્માંતરણ પ્રકરણમાં ઉમર ગૌતમના આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલ ઉત્તરપ્રદેશ ATS અને કેન્દ્રીય એજન્સીઓની ભરૂચ-સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. જેમાં ભરૂચ, અંકલેશ્વર,કોસંબા, સુરતના હવાલા ઓપરેટર અને આંગડીયા એજન્સીઓ શંકાના દાયરામાં છે.

4.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાને લઈને અસમંજસમાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈને હાલ અસમંજસ જોવા મળી રહી છે. 5મી જુલાઇના રોજ યોજાનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આગામી જુલાઇ મહિનામાં ઓનલાઇન પરીક્ષા લેવી કે ઓફલાઈન તે અંગે નિર્ણય લેવામાં આવશે.

5. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડુતોને પાક નિષ્ફળ જવાની ભીતિ

જકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસ સહિત અન્ય પાકોનું 20 લાખ હેક્ટરમાં આગોતરૂ વાવેતર કરી દીધું છે. જોકે હવે વરસાદ ખેંચાતા પાક પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

6.રાજકોટમાં તેલના ભાવમાં થયો વધારો

પેટ્રોલ ,ડિઝલ અને દુધના ભાવમાં થયેલ વધારા બાદ તેલના ભવમાં વધારો થતા લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાજકોટમાં કપાસના તેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થતા હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

7.જામનગરમાં રવિવારની રજાના દિવસે પણ સરકારી કચેરી રહેશે ખુલી

જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જનસુવિધા કેન્દ્ર પર વિવિધ પ્રમાણપત્ર માટે અજરદારની લાંબી લાઈનો લાગે છે. જેને ધ્યાને લઈને રવિવારની રજાના દિવસે પણ, જનસુવિધા કેન્દ્રોની કચેરી કાર્યરત કરવાનો અધિકારીઓ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે.

8.વડોદરામાં દૂધમાં થયેલ ભાવવધારાનો કરાયો અનોખો વિરોધ

વડોદરાના ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા દૂધના ભાવ વધારાનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે..શહેરના ગોરવા વિસ્તારમાં સ્વેજલ વ્યાસ અને તેની ટીમ દ્વારા ત્રણ હજાર દૂધની થેલીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. મોંઘા ભાવનું દૂધ ભાજપના કાર્યકરો અને ભાજપના મતદારોને મફતમાં આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

9.વીજપોલ ઉભા કરીને પૂરતું વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ યથાવત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક જામ ખંભાળીયામાં ખેડૂતોની જમીનમાં વિજપોલ ઉભા કરવાને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનના ચોથા દિવસે ખંભાળીયા કલેકટર કચેરી ખાતે ડીમ લાઈટ બલ્બ કરી સરકારની નીતિનો વિરોધ કરી પૂરતું વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

10.સાબરકાંઠાના દોલતાબાદ ગામની સખી મંડળની મહિલાઓ સાથે થઈ છેતરપિંડી

સાબરકાંઠાના દોલતાબાદ ગામની સખી મંડળની મહિલાઓ સાથે છેતરપિંડી થઈ. ગામના જ શખ્સે મહિલાઓના ધિરાણની 4.10 લાખની રકમ ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. મહિલાઓને લોન અપાવવા સખી મંડળના ચેક દ્વારા ધિરાણ મેળવ્યું હતું. હાલ, તલોદ પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati